ગયા વર્ષે જૂનમાં લદ્દાખની ગલવાન ખીણ માં LAC પર થયેલી હિંસક અથડામણ બાદથી જ ભારત-ચીનના સંબંધો તણાવપૂર્ણ બન્યા છે ત્યારે હવે ભારતીય સેના ચીન અને પાકિસ્તાનની દરેક કાર્યવાહી પર ચાંપતી નજર રાખી રહી છે. ભારતની સરહદી સુરક્ષા વધુ મજબૂત કરવા સેના ખાસ યોજના બનાવી રહી છે.
સેનાએ ફાસ્ટ પેટ્રેલિંગ બોટ ખરીદવાની યોજના બનાવી
આ માટે સરહદી સુરક્ષાને વધુ મજબુત કરવામાં આવી રહી છે જેના માટે સેના પૂર્વ લદ્દાખમાં પેંગોગ સરોવર બાદ હવે અન્ય સ્થળો પર ફાસ્ટ બોટ તહેનાત (deploy fast boats) કરવાની યોજના બનાવી રહી છે. ભારતીય સેનાએ 6 આધુનિક ફાસ્ટ પેટ્રેલિંગ બોટ અને 8 લેન્ડિંગ ક્રાફ્ટ એસોલ્ટ ખરીદવાની યોજના બનાવી છે. સરક્રીક અને બ્રહ્મપુત્રા નદીના બેસિનમાં આ ક્રાફટ અને બોટ ઉપરાંત 118 ઈન્ટીગ્રેટેડ સર્વેલન્સ અને ટાર્ગેટિંગ સિસ્ટમ્સ પણ લગાવવામાં આવશે. સેનાએ આની ખરીદી માટે ટેન્ડર પણ બહાર પાડ્યું છે.
શું હશે વિશેષતા ?
આ ફાસ્ટ પેટ્રેલિંગ બોટ એક સમયે આઠ જેટલા સૈનિકોને લઈ જઈ શક્શે તેમજ બોટ સર્વેલન્સ, એટેક અને બીજી ઘણી આધુનિક સુવિધાઓથી સજ્જ (modern facilities) છે. આ સિવાય લેન્ડિંગ ક્રાફ્ટ એસોલ્ટમાં 35 સૈનિકો લઈ જઈ શકે છે જેનો ઉપયોગ કટોકટી (case of emergency)ની સ્થિતિમાં ઝડપી પરિવહન (rapid transport) કરવા માટે પણ થઈ શકે છે. ગલવાન ખીણમાં થયેલા હુમલામાંથી પાઠ શીખીને સેનાએ આ પગલું ભર્યું છે.
પેંગોંગ સરોવરમાં પહેલેથી બોટ તહેનાત કરવામાં આવી છે
ઉલ્લેખનીય છે કે સેનાએ ફેબ્રુઆરી 2021માં પૂર્વ લદ્દાખ (East Ladakh)માં 13 હજાર કરતા પણ વધુ ઉંચાઇ પર બનેલા 134 કિલોમીટર લાંબા પેંગોંગ સરોવરમાં આવી પેટ્રોલિંગ બોટ તહેનાત કરવામાં આવી હતી. આ ઉપરાંત સેનાએ ગુજરાતના કચ્છ (Kutch in Gujarat) તેમજ પશ્ચિમ બંગાળમાં સુદર વન (sundarbans forest) અને બ્રહ્મપુત્રા નદી (Brahmaputra river) જેવા વિસ્તારોમાં પણ પેટ્રોલિંગ બોટ લેન્ડિંગ ક્રાફ્ટ એસોલ્ટ માટે ટેન્ડર બહાર પાડ્યું છે. પેંગોંગ સરોવર ખાતે સેનાએ સંરક્ષણ પીએસયું ગોવા શિપયાર્ડ સાથે રુપિયા 65 કરોડના કરાર હેઠળ અદ્યતન ગિયર અન્ય સાધનો સાથે 12 ફાસ્ટ પ્રેટ્રોલિંગ બોટ સામેલ કરી છે.