કર્ણાટકની રાજધાની બેંગલુરુ ના પોશ વિસ્તારમાં એક બહુમાળી ઈમારતમાં આગ લાગી હતી. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, બિલ્ડિંગના ઉપરના માળે લાગેલી આગ ને કારણે ત્યાં રાખવામાં આવેલ સિલિન્ડર ફાટ્યો હતો. ઘટનાની જાણ થતાં બેંગલુરુ સિટી ફાયર ડિપાર્ટમેન્ટની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવાનો પર્યાસ કર્યો હતો. આ દરમિયાન એક વ્યક્તિનો ઇમારત પરથી કૂદતો વિડીયો વાયરલ થયો હતો.
એક વ્યક્તિ છતના ફ્લોર પર ફસાઈ ગયો
બેંગલુરુ આ વિસ્તામમાં વિસ્ફોટ દરમિયાન એક વ્યક્તિ છતના ફ્લોર પર ફસાઈ ગયો હતો. આખી છત અને તેની નીચેનો એક માળ આગની લપેટમાં આવી ગયો હતો. તે વ્યક્તિએ આગની જ્વાળાઓમાંથી બચવા માટે આજુબાજુ જોયું પરંતુ તેને બચવાનો કોઈ રસ્તો મળ્યો નહીં. વીડિયોમાં આગળ જોવામાં આવે છે કે તે વ્યક્તિ પોતાનો જીવ બચાવવા માટે ત્યાંથી કૂદી પડ્યો હતો.
Major fire broke out in a pub on the fourth floor of a four-storey building at Koramangala in the #Bengaluru city today.
Video footage also shows a man jumping from the fourth floor to escape from the raging fire.#FireAccident pic.twitter.com/9nNHmuR9YA
— Elezabeth Kurian (@ElezabethKurian) October 18, 2023
બે લોકો ઘાયલ થયાના સમાચાર
આ વ્યક્તિ અને અન્ય વ્યક્તિને ગંભીર ઈજાઓ થઈ હતી અને તેમને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે કેફેની છત પર રસોડામાં ઘણા સિલિન્ડર રાખવામાં આવ્યા હતા. કેટલાય સિલિન્ડરોમાં વિસ્ફોટ થવાને કારણે આટલો મોટો વિસ્ફોટ થયો હતો. પોલીસનું કહેવું છે કે આગ લાગી ત્યારે કેફેમાં કોઈ ગ્રાહક હાજર નહોતો.
બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા
બેંગલુરુ સિટી ફાયર ડિપાર્ટમેન્ટે જણાવ્યું કે, આગની માહિતી મળ્યા બાદ અમે ત્યાં પહોંચ્યા અને તમામ સંસાધનોનો ઉપયોગ કરીને આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો. તેમણે વધુમાં કહ્યું કે, અમે ઘટનાસ્થળે આઠ ફાયર એન્જિન મોકલ્યા છે અને અમારા વરિષ્ઠ અધિકારીઓ ત્યાં હાજર છે. ત્યાં લાગેલી આગ બુઝાવી દેવામાં આવી છે પરંતુ બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.