સુડાનમાં ચાલી રહેલા ગૃહ યુદ્ધને પગલે સમગ્ર દક્ષીણ આફ્રિકી દેશ સુડાનમાં અરાજકતાનો માહોલ વર્તાઈ રહ્યો છે. ત્યાના સ્થાનિક નાગરિકોની સાથે ત્યાં સ્થાયી થયેલા ભારતીયોના જીવ પર જોખમ તોળાઈ રહ્યું છે. જેને પગલે ભારત સરકાર દ્વારા પોતાના નાગરિકોને પરત લાવવા માટે ઓપરેશન કાવેરી શરૂ કર્યું છે. જે અંતર્ગત અત્યાર સુધી 1100 જેટલા ભારતીય નાગરિકોને પરત લાવવામાં આવ્યા છે તો હજુ પણ 3000 જેટલા લોકો ત્યાં ફસાયેલા છે. જેમાં ઘણા ગુજરાતીઓ પણ છે.
છેલ્લા કેટલાય દિવસથી ચાલી રહેલા ઓપરેશન કાવેરી અંતર્ગત અત્યાર સુધીમાં 1100 જેટલા ભારતીયોને પરત લાવવામાં આવ્યા છે. જેમાં જ્યાં ગઈકાલે 56 ગુજરાતીઓ સુરત આવી પહોચ્યા હતા તો આજે વધુ 34 લોકો રાજકોટ આવી પહોંચશે. ઓપરેશન કાવેરી અંતર્ગત આ પરીવાર ST દ્વારા અમદાવાદથી રાજકોટ પહોંચશે. રાજકોટના આ પરીવારો વર્ષોથી સુદાનમાં રહેતા હતા. પરંતુ ત્યાં સ્થિતિ ખરાબ થતા તેઓ વતન પરત આવ્યા છે. રાજકોટ કલેકટર પ્રભવ જોષીએ ડિઝાસ્ટર અધિકારીને પરિવારોને લેવા માટે અમદાવાદ મોકલ્યા હતા. સુડાનથી સુરક્ષિત વતન પરત આવતા આ પરીવારને રાજકોટ ST બસ પોર્ટ પર આવકારવામાં આવશે.
તો આ પહેલા, સુદાનમાં ખૂબ જ અરાજકતાનો માહોલ જોવા મળી રહ્યો છે. ઓપરેશન કાવેરી હેઠળ ભારતીયોને સહીસલામત લાવવામાં આવી રહ્યા છે. ઓપરેશન કાવેરી હેઠળ સુદાનમાંથી બહાર કાઢવામાં આવેલા લોકો ઘરે પરત ફરી રહ્યા છે. ત્યારે ગુજરાતીઓ પણ ઘણા પરત આવ્યા છે. સુદાનથી આવેલા ગુજરાતીઓ અમદાવાદ પહોંચ્યા. 56 ગુજરાતીઓ મુંબઇથી અમદાવાદ આવ્યા. ગઇકાલે જેદ્દાહથી પ્લેન મુંબઇ આવ્યું હતું. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પુષ્પ તમામનું સ્વાગત કર્યું. પરત ફરેલા ગુજરાતીઓએ સરકારનો આભાર માન્યો. પોતાના સ્વજનોને મળી ગુજરાતીઓ ભાવુક થયા. આ અંગે ગુહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે બે વોલ્વોના માધ્યમથી અમદાવાદમાં લાવવામાં આવ્યા. વિવિધ જિલ્લાઓમાં પોતપોતાના મોકલવામાં આવશે. CM ભૂપેન્દ્રભાઇ પટેલ દ્વારા સૂચના આપવામાં આવી હતી. જે કોઇ ગુજરાતીઓને પરત લાવવામાં આવી રહ્યા છે જે તમામ વ્યવસ્થા ઝડપથી ઉપલબ્ધ કરાવવામાં આવે. આજે સૌ નાગરિકોને ખૂબ શાંતિ પૂર્વક પરત લાવવામાં આવ્યા છે. હિંસા વચ્ચે નાગરિકોને પરત લાવવા તે મોટો પડકાર હતો. યુક્રેનની જેમ સુદાનમાં પણ ઓપરેશન હાથ ધરાયું. એક એક ભારતીયને ભારત પરત લવાશે. પરત આવેલામાં 39 લોકો રાજકોટ, 9 ગાંધીનગરના, 5 વડોદરા, 5 આણંદના છે.
સુદાનથી પરત આવેલા રાજકોટના એક મહિલાએ આપવીતી વર્ણવતા કહ્યું કે મારા બંને દીકરા સુદાન છે. પરિસ્થિતિ બહુ ખરાબ છે. 40-50 વર્ષ નીકળી ગયા. લૂંટફાટનો બહુ ડર હતો. આપણા ઇન્ડિયનને વાંધો નથી આવ્યો પરંતુ ડર ખૂબ જ હતો. પહેલું તો અમારું એરપોર્ટ જ તૂટી ગયું. કોઇ સિક્યોરિટી નહોતી. સલામત પહોંચીશું કે નહીં.જિદ્દાહ આવ્યા પછી ઇન્ડિયન એમ્બેસેડર અમને રિસીવ કરવા આવ્યા. જિદ્દાહ લેવા આવ્યું 50 મિનિટમાં પહોંચાડયા. એરક્રાફ્ટ આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોકલયું. બધાને લઇ લીધા. અમુકને નીચે ઓશિકા આપીને પણ બેસાડયા. જેટલા જિદ્દાહમાં હતા બધાને લઇ આવ્યા. નરેન્દ્ર મોદીની સરકાર અને ગુજરાત સરકારે ખૂબ સરસ સગવડ આપી. હવે અમે રાજકોટ જઇશું. દરેકને ઘરે પહોંચાડવાની વ્યવસ્થા કેમ કરીશું આપણા ઇન્ડિયા જેવું કોઇ ના થાય. અમારા બધાનો ખૂબ ખૂબ આભાર છે.