કોઈ મોટા ખજાનાનો નકશો હોઈ શકે છે. પ્રોજેક્ટ પર કામ કરનારા સીએનઆરએસ અનુસંધાન સંસ્થાનના ક્લેમેંટ નિકોલસે મીડિયાને માહિતી આપતાં કહ્યું કે, આ પથ્થરનો નકશો ઘણો જ મહત્વનો છે કારણ કે તેના કાર્ટોગ્રાફિક કંટેટને પ્રદર્શિત કરવા માટે પહેલીવાર સક્ષમ થયા છીએ.
યુરોપનો સૌથી જુનો નકશો
સેંટ-બેલેક સ્લેબને 2021માં યુરોપના સૌથી પ્રાચિન નકશા તરીકે જાહેર કરવામાં આવ્યો છે, અને ત્યારથી પુરાતત્વવિદો તેના ચિહ્નોને સમજવાની કોશિશ કરી રહ્યા છે. કે જેથી કરીને તેના રહસ્ય સુધી પહોચી શકાય. એએફપીના રિપોર્ટ પ્રમાણે તેને પહેલીવાર 1900 માં શોધવામાં આવ્યો હતો, પરંતુ તેને શોધનારા ઈતિહાસકારોએ તેને મહત્વ નહોતુ આપ્યું.
કેટલો મોટો છે નકશામાં બનેલો એરિયા
આ અતિ પ્રાચિન પથ્થરને પ્રોફેસર યવન પેલર અને નિકોલસે આ કલાકૃતિને ફરીથી શોધી છે અને હાલમાં એક સંગ્રહાલયમાં રાખવામાં આવ્યો છે. એવુ કહેવામાં આવ્યું છે કે, આ પથ્થર પર એવા કેટલાક ચિહ્નો છે જે સરળ રીત સમજાય તેવા નથી. સંશોધનકર્તાઓ અત્યાર સુધી નકશામાં બનેલી જગ્યા વિશે લગભગ 18 X13 માઈલથી વધારે વિસ્તારમાં ફેલાયેલ હોય તેવી ધારણાઓ બાંધી રહ્યા છે.