: ભારતીય ક્રિકેટની સાથે સાથે રાજનીતિ માટે પણ વર્ષ 2024 ખુબ જ મહત્વપૂર્ણ રહેવાનું છે. IPLની સાથે લોકસભાની ચુંટણી પણ થવા જઈ રહી છે. IPL 2024 અને લોકસભા ચુંટણી, બંનેનો સમય લગભગ સમાન છે. એપ્રિલ અને મેં મહિનામાં IPLનું આયોજન કરવામાં આવે છે અને તે જ સમયે લોકસભાની ચુંટણી યોજાય તેવી અપેક્ષા છે. આવી સ્થિતિમાં IPL 2024નું આયોજન ભારતની જગ્યાએ બીજા દેશમાં કરવામાં આવી શકે છે. આ પહેલા પણ આવી જ સ્થિતિ વર્ષ 2009માં સર્જાઈ હતી ત્યારે IPLને સાઉથ આફ્રિકામાં શિફ્ટ કરવામાં આવી હતી. આવી જ રીતે IPL 2024ને પણ ભારતથી બીજા દેશમાં શિફ્ટ કરવાની ચર્ચાઓ વચ્ચે IPLના ચેરમેને મોટું અપડેટ આપ્યું છે.
લોકસભા ચુંટણી IPL માટે કોઈ અડચણ નહીં બને – અરુણ સિંહ ઠાકુર
IPLના ચેરમેન અરુણ સિંહ ઠાકુરે આ વિશે કહ્યું કે, ‘લોકસભા ચુંટણી IPL માટે કોઈ અડચણ નહીં બને. IPL વિશ્વની સૌથી મોટી અને ધનિક T20 લીગ છે. આ લીગ BCCI અને તેની સાથે જોડાયેલા તમામ લોકો માટે ઘણી કમાણી કરે છે. બોર્ડે આ વર્ષે એપ્રિલ અને મે દરમિયાન IPLનું આયોજન કરવા માટે ODI World Cup મુલતવી રાખ્યો હતો.
BCCI પાસે બે અન્ય દેશોનો વિકલ્પ છે
IPLના ચેરમેન અરુણ સિંહ ઠાકુરે સંકેત આપ્યા છે કે IPL 2024 ભારતમાં જ આયોજિત કરવામાં આવશે. જેથી એવું લાગી રહું છે કે ભારતમાં IPL 2024ના આયોજનની સંભાવના વધારે છે. કારણ કે BCCI પાસે વેન્યૂ માટે પ્લાન બનાવવાનો પૂરતો સમય હશે નહી. લોકસભા ચુંટણીના કારણે IPL 2024નું આયોજન ભારતમાં કરવામાં નહીં આવે તો BCCI પાસે સાઉથ આફ્રિકા અને યુએઈના રૂપમાં બે અન્ય દેશોનો વિકલ્પ છે.