Skip to content
મંગળવાર, ઓક્ટોબર 27, 2026 Ahmedabad 33°C

…તો શું ઈઝરાયલ પર હમાસના હુમલા માટે ભારત જવાબદાર? બાયડેનના નિવેદનથી સનસનાટી

…તો શું ઈઝરાયલ પર હમાસના હુમલા માટે ભારત જવાબદાર? બાયડેનના નિવેદનથી સનસનાટી

હમાસ અને ઇઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડેને એક મોટો દાવો કર્યો છે. અમેરિકી રાષ્ટ્રપતિએ આ યુદ્ધનું કારણ આપતા જણાવ્યું હતું કે, ઇઝરાયેલ પર હમાસના આતંકવાદી હુમલાનું મુખ્ય એક કારણ તાજેતરમાં નવી દિલ્હી ખાતે G-20 સમિટમાં ભારત-મધ્ય પૂર્વ-યુરોપ ઇકોનોમિક કોરિડોરનો મહત્વાકાંક્ષી નિર્ણય લેવામાં આવ્યો હતો. આ પ્રોજેક્ટ રેલ્વે નેટવર્ક દ્વારા સમગ્ર વિસ્તારને ઇઝરાયેલ સાથે જોડે છે.

જો બાયડેને પુરાવા વિશે કરી વાત

જો બાયડેને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝ સાથે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં આ વાત કરી હતી. આ વાત કરતા તેમણે જણાવ્યું કે, મારી પાસે તેના માટે કોઈ પુરાવા નથી. પરંતુ હમાસના હમલા પાછળ ક્યાંકને ક્યાંક આ કારણ જવાબદાર હોય શકે છે. તેમણે એમ પણ કહ્યું કે, આ મારો અંતરાત્માનો અવાજ છે જેના આધારે હું આ દાવો કરું છું. ભારત-મધ્ય પૂર્વ-યુરોપ ઇકોનોમિક કોરિડોર ખૂબ જ મહત્વનો પ્રોજેક્ટ છે તેને પાછળ છોડી શકીએ નહીં.

ભારત-મધ્ય પૂર્વ-યુરોપ આર્થિક કોરિડોર શું છે?

આ નવો કોરિડોર આર્થિક દ્રષ્ટિએ ખૂબ જ મહત્વનો છે. આ વર્ષે G-20ની સમીટમાં યુએસ, ભારત, સાઉદી અરેબિયા, યુએઈ, ફ્રાન્સ, જર્મની, ઇટાલી અને યુરોપિયન યુનિયનના નેતાઓ દ્વારા સંયુક્ત રીતે તેને માન્યતા મળી હતી. આ કોરિડોરમાં ઈસ્ટર્ન કોરિડોરનો સમાવેશ થાય છે જે ભારતને ગલ્ફ ક્ષેત્ર સાથે જોડે છે. એક ઉત્તરીય કોરિડોર છે જે ગલ્ફ પ્રદેશને યુરોપ સાથે જોડે છે.

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.