મૈસુરના રાજા ટીપુ સુલતાનની એક તલવારની લંડનમાં હરાજી કરવામાં આવી હતી, પરંતુ આ ચલવારને કોઈ ખરીદનાર મળ્યા ન હતા. હરાજી કંપની ક્રિસ્ટીઝ દ્વારા લંડનમાં આ તલવારને હરાજી માટે મૂકવામાં આવી હતી, પરંતુ તેના પર કોઈએ બોલી લગાવી નહોતી.
હરાજીમાં આ તલવાર માટે જે બેઝ પ્રાઈસ રાખવામાં આવી હતી તેના માટે કોઈએ બોલી લગાવી નહોતી. આ તલવારની અંદાજિત કિંમત 15થી 20 કરોડ રૂપિયા રખાઈ હતી. તલવારની કિંમત વધારે હોવાને કારણે તેની બોલી લગાવી શકાઈ ન હતી.
વર્ષ 1799માં જ્યારે ટીપુ સુલતાનની હાર થઈ હતી. ત્યાર બાદ ટીપુ સુલતાનના શસ્ત્રાગારમાંથી બે તલવારો ભારતમાં જે બ્રિટીશ ગવર્નર જનરલ કોર્નવોલિસ હતા તેમને આપવામાં આવી હતી. આ તલવાર એ બે તલવારોમાંથી એક છે. બીજી તલવારની આ વર્ષે મે મહિનામાં બોનહેમ્સમાં હરાજી કરાઈ હતી, જેમાં 141 કરોડ રૂપિયાની મોટી બોલી લગાવવામાં આવી હતી. ત્યારે એક તલવારની હરાજી બાદ કોર્નવોલિસના વંશજો, આ બીજી તલવારની પણ હરાજી કરવા માંગે છે.
વર્ષ 1786માં કોર્નવોલિસને બ્રિટિશ ઈન્ડિયાના ગવર્નર જનરલ અને કમાન્ડર ઇન ચીફ બનાવવામાં આવ્યા હતા. તેમણે ત્રીજા એંગ્લો-મૈસુર યુદ્ધ દરમિયાન બ્રિટિશ સેનાનું નેતૃત્વ કર્યું હતું. 1805માં કોર્નવોલિસને ફરીથી ભારતમાં જવાબદારી સોંપવામાં આવી હતી, પરંતુ નોકરીના બે મહિનામાં જ તેમનું અવસાન થયું હતું.
પશ્ચિમ એશિયાના એક મ્યુઝિયમમાંથી ટીપુ સુલતાનની આ તલવાર માટે ઊંચી બોલી લગાવાય તેવી આશા હતી. ઊંચી બોલી મળવાની આશાઓથી વિપરીત આ તલવાર માટે જે બેઝ પ્રાઈસ રાખવામાં આવી હતી, તે પ્રાઈસમાં પણ કોઈ આ તલવાર ખરીદવા માટે તૈયાર થયું નહોતું. તલવાર વેચાવાનું કારણ ઇઝરાયલ-ગાઝા યુદ્ધ અને ઊંચા વ્યાજ દરોએ હરાજી પર અસર કરી હોવાનું પણ મનાય છે.