દિલ્હી એક્સાઈઝ કૌભાંડ મામલે આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની (Arvind Kejriwal) આજે ઈડી પૂછપરછ કરવાની છે ત્યારે દિલ્હીમાં જ કેજરીવાલ સરકારમાં મંત્રીના ઘરે ઈડીની ટીમ દરોડા પાડવા પહોંચી ગઈ છે જેના લીધે કેજરીવાલ સરકારની મુશ્કેલીમાં વધારો થયો છે.
#WATCH | ED raid underway at the residence of Delhi Minister Raaj Kumar Anand in Civil Lines area. Searches started early morning today. Raids are underway at 9 premises linked to him. Details awaited pic.twitter.com/2Q0ZuFIjGo
— ANI (@ANI) November 2, 2023
9 ઠેકાણે દરોડાની કાર્યવાહી
અહેવાલ અનુસાર દિલ્હી સરકારમાં મંત્રી રાજકુમાર આનંદ ( Raj Kumar Anand ) ના સિવિલ લાયન્સ વિસ્તારમાં આવેલા નિવાસે ઈડી દરોડાની કાર્યવાહી કરી રહી છે. તેમની સાથે સંકળાયેલા ડઝનથી વધુ ઠેકાણે દરોડા પડાયા હતા.
કયા કેસમાં દરોડા પડાયા?
ઈડીની ટીમ સવારથી તપાસ અભિયાન ચલાવી રહી છે. કુલ એક ડઝનથી વધુ ઠેકાણે દરોડાની કાર્યવાહી થઇ રહી હોવાની માહિતી મળી રહી છે. જોકે કયા કેસમાં આ દરોડાની કાર્યવાહી કરવામાં આવી રહી છે તેની કોઈ માહિતી આપવામાં આવી નથી. રાજકુમાર આનંદ પાસે સામાજિક કલ્યાણ મંત્રાલય છે. તેમના ઘર અને તેમના મંત્રાલય સંબંધિત સરકારી નોકરો અને અન્યો સામે દિલ્હી એનસીઆરમાં એક ડઝનથી વધુ ઠેકાણે કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.