ગુજરાતમાં 50થી વધુ નવી ગ્રામપંચાયતો અસ્તિત્વમાં આવી શકે છે. ગ્રામ પંચાયતોના વિભાજનની પ્રક્રિયા પંચાયત વિભાગ દ્વારા હાથ ધરાઇ છે. 5 હાજર કે તેથી વધુ વસ્તી ધરાવતી ગ્રામ પંચાયતોના વિભાજન અંગેની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે.
વિભાજન માટે 55 ગ્રામ પંચાયતોની અરજી પંચાયત વિભાગને મળી છે. OBC અનામત લાગુ થાય તે પહેલાં ગ્રામ પંચાયતોના વિભાજનની પ્રક્રિયા પૂર્ણ કરાશે. ગુજરાતમાં હાલ 14 હજાર 455 ગ્રામ પંચાયત અસ્તિત્વમાં છે.
થોડા સમય પટેલ 200 ગ્રામ પંચાયતોનું વિભાજન કરવામાં આવ્યુ હતુ. 200 ગ્રામ પંચાયતોના વિભાજન બાદ હાલ ગુજરાતમાં 14455 ગ્રામ પંચાયતો અસ્તિત્વમાં છે. ત્યારે હવે તેમાં વધુ 50થી વધુ નવી ગ્રામપંચાયતો ઉમેરાશે.
જો કે OBC અનામત લાગુ થાય તે પહેલાં ગ્રામ પંચાયતોના વિભાજનની પ્રક્રિયા પૂર્ણ કરાશે. ત્યારબાદ ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચૂંટણીઓ યોજાઇ શકે છે.