ખેડા જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને તા.૨૮/૧૨/૨૦૨૩ના રોજ જિલ્લા કલેકટર કચેરી, નડિયાદ ખાતે (જિલ્લા લોક ફરિયાદ નિવારણ) જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજવામાં આવ્યો. જેમાં કુલ ૧૧ પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટરની ઉપસ્થિત તમામ અરજદારોના પ્રશ્નો અને સંબધિત અધિકારી દ્વારા આ પ્રશ્નોના અનુસંધાને કરવામાં આવેલી કામગીરીની રજૂઆત સાંભળી હતી અને સરકારના સર્વિસ લેવલ અગ્રીમેન્ટ મુજબ નિશ્ચિત સમયગાળામાં પ્રશ્નોનું નિરાકરણ લાવવા જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
જિલ્લા લોક ફરિયાદ નિવારણ કાર્યક્રમની આ બેઠકમાં માધ્યમિક શાળાનું મકાન બનાવવા, ગટરલાઈન-પેવર બ્લોક, ગટરની ગંદકી દુર કરવા, નર્સિંગ સ્કુલના બાંધકામ બાબતે, પીએમઆવાસ યોજના હપ્તા મેળવવા, જમીન સર્વે, ક્ષતિ સુધારણા હુકમ બાબતે, સાસરી પક્ષ તરફથી ત્રાસ અંગે, મુખ્યમંત્રી સડક યોજના, હેઝાક્લીન બાયોમેડીકલ વેસ્ટ યુનીટ અને ગેરકાયદેસર દબાણ દુર કરવા સહુતના કુલ ૧૧ પ્રશ્નોની રજૂઆત સાંભળી જરૂરી કાર્યવાહી કરવા સંબધિત વિભાગના અધિકારીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.