ઓનલાઇન બેન્કિંગ અને ડિજિટલ પેમેન્ટ લાભદાયી હોવાની સાથે નુકસાનનું કારણ પણ બની શકે છે. તેનું સૌથી મોટું જોખમ ફ્રોડ સાથે સંબંધિત છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં ઓનલાઇન કે સાઈબર છેતરપિંડીની ઘટનાઓ
ખૂબ ઝડપથી વધી રહી છે. *બેન્ક ફોડ થાય તો શું કરવું?
બેન્ક ફ્રોડ રોકવા માટે ગૃહ મંત્રાલયના 2020માં 155260 હેલ્પલાઇન નંબર શરૂ કર્યો હતો. 2022માં તેને બદલીને 1930 કરી દેવાયો છે. કોઈ પણ પ્રકારનો બેન્ક ફ્રોડ થાય તો બેન્કમાં રજિસ્ટર્ડ ફોન નંબર દ્વારા તરત હેલ્પલાઇન પર કોલ કરો.
કઈ માહિતી આપવી જરૂરી બનશે?
ફરિયાદીએ બેન્કનું નામ, રજિસ્ટર્ડ મોબાઇલ નંબર, ટ્રાન્ઝેક્શન આઈડી, ખાતાની સંખ્યા, વોલેટ આઈડી/ યુપીઆઈ આઈડી જેના દ્વારા રકમ ડેબિટ કરાય છે તેની માહિતી આપવી પડશે. ડેબિટ કે ક્રેડિટકાર્ડનો ઉપયોગ કરીને કરાયેલી છેતરપિંડીના કેસમાં કાર્ડનો નંબર આપવો પડશે. આ ઉપરાંત, લેવડ-દેવડનો સ્ક્રીન શોર્ટ કે છેતરપિંડી સાથે સંબંધિત કોઈ અન્ય માહિતી પણ શેર કરી શકાય છે. ધ્યાન રાખો કે પિન નંબર અથવા કોઈ
ઓટીપી નથી જણાવાનો. *તેનાથી શું ફાયદો થશે?
રાષ્ટ્રીય સાઈબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલ, રિઝર્વ બેન્ક, તમામ બેન્ક અને નાણાકીય સંસ્થા, યુપીઆઈ વગેરે આ હેલ્પલાઈન સાથે જોડાયેલાં છે. ફરિયાદ નોંધાતા જ દરેક સંસ્થાને મેસેજ મોકલાય છે. રોડ ટ્રાન્ઝેક્શનને તરત અટકાવી દેવામાં આવશે. ત્યારે, થોડા સમયમાં ખાતામાંથી કપાયેલી રકમ ફરી જમા કરી દેવામાં આવે છે.