અયોધ્યા ખાતે નિર્માણાધીન રામમંદિરની આગામી 22 જાન્યુઆરીના રોજ પ્રાણપ્રતિષ્ઠા થનાર છે. વર્ષો સુધી તાડપત્રીના તંબુમાં વિરાજમાન રામલલા હવે ગણતરીના દિવસોમાં જ પોતાના ભવ્ય મંદિરમાં વિરાજિત થવા જઇ રહ્યા છે. ભગવાન રામની પ્રાણપ્રતિષ્ઠા 22 જાન્યુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવનાર છે અને આ ભવ્ય પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમનું દેશના અનેક શહેરોમાં જીવંત પ્રસારણ કરવામાં આવશે. પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમ બાદ 24 જાન્યુઆરીથી મંદિરને શ્રાદ્ધાળુઓના દર્શનાર્થે ખોલવામાં આવશે. 500 વર્ષથી પોતાના જન્મસ્થાનથી વંચિત રહેલા રામલલાને ભારતીય સર્વોચ્ચ અદાલતે તેમનું જન્મસ્થાન પ્રદાન કર્યુ હતું. 9 નવેમ્બર, 2019ના રોજ સુપ્રીમ કોર્ટના તત્કાલીન મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઇની અધ્યક્ષતા હેઠળની પાંચ જજની બેન્ચે એક દાયકાથી ચાલી રહેલા વિવાદો ઉકેલ લાવતા રામમંદિરના નિર્માણનો માર્ગ મોકળો કર્યો હતો અને પોતાના ચુકાદામાં અયોધ્યામાં જ રામમંદિરથી દૂર મસ્જિદના નિર્માણ માટે પાંચ એકર જમીન આપવાનો આદેશ આપ્યો હતો. આજે જ્યારે અયોધ્યામાં હિન્દુ આસ્થાના પ્રતીક સમાન ભવ્ય રામમંદિરનું નિર્માણ ધમધોકાર ચાલી રહ્યું છે ત્યારે અયોધ્યાના રામમંદિર અંગેની કેટલીક વિગતો જાણવી રસપ્રદ રહેશે.
રામલલાના નવનિર્મિત મંદિરમાં અયલ મૂર્તિની સ્થાપનાની સાથોસાથ બિરાજમાન રામલલાની મૂર્તિને પણ પ્રતિષ્ઠિત કરીને તેની પૂજા કરવામાં આવશે. રામમંદિરના ગર્ભગૃહમાં સોનાના સિંહાસન પર રામલલાની 51 ઇંચ ઊંચાઇ ધરાવતી અચળ મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા થવાની છે. બિરાજમાન રામલલાની મૂર્તિની સ્થાપના પણ ગર્ભગૃહમાં જ થશે. મંદિરની ચલ મૂર્તિ અર્થાત ઉત્સવ મૂર્તિના રૂ૫માં પૂજાતા રહેશે.
શ્રીરામજન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટના મહામંત્રી ચંપત રાયે સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે બિરાજમાન રામલલા કોર્ટ કેસ જીત્યા છે. તેમને દૂર કઇ રીતે કરીશકાય ? નવનિર્મિત ગર્ભગૃહમાં તે મૂર્તિ પણ પ્રતિષ્ઠિત થશે. અયલ વિગ્રહની બરોબર સામે ચારેય ભાઇઓ સાથે સિંહાસન પર તેમને બિરાજમાનકરવામાં આવશે. પ્રતિદિન તેમની પૂજા અને આરતી થશે. અયલ મૂર્તિની સ્થાપના થયા પછી હલાવી નહીં શકાય. તેથી બિરાજમાન રામલલા ઉત્સવમૂર્તિના રૂપમાં પ્રતિષ્ઠિત થશે. પર્વ અને તહેવારો તે મૂર્તિ સાથે શોભાયાત્રા નીકળશે.
ચંપત રાયે કહ્યું કે બિરાજમાન રામલલા આકારમાં ખૂબ નાના છે. તેવામાં ભક્તોને ભગવાનના સારી રીતે દર્શન નહોતા થઇ શકતા. ભક્તોની ભાવનાને જોતાં એક મોટી મૂર્તિ તૈયાર કરવા નિર્ણય લેવામાં આવ્યો હતો. તેમ થતાં ભક્તો રામલલાના મુખના દર્શન કરી શકશે. 51 ફૂટની અચલ મૂર્તિ ચાર ફૂટ ઊંચા સિંહાસન પર બિરાજશે.
રામમંદિરનું મહત્ત્વ
અયોધ્યા નગર હિન્દુ સમુદાય માટે સૌથી મહત્ત્વપૂર્ણ તીર્થસ્થાનો પૈકી એક મનાય છે ભગવાન વિષ્ણુએ અયોધ્યામાં જ શ્રીરામના સ્વરૂપમાં માનવ અવતાર ધારણ કરી જન્મ લીધો હોવાની માન્યતા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અયોધ્યાના રામમંદિરનો શિલાન્યાસ કર્યો હતો. સુપ્રીમ કોર્ટના ચુકાદાના લગભગ એક વર્ષ બાદ પાંચ ઓગસ્ટ, 20 રોજ વડાપ્રધાન મોદીએ અયોધ્યામાં રામમંદિરનો શિલાન્યાસ કર્યો હતો.
રામમંદિરની વ્યવસ્થા કોણ સંભાળે છે?
શ્રી રામમંદિરને લગતી બાબતો અને કામકાજનું સંચાલન અને જવાબદારી શ્રીરામજન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટ સંભાળે છે. આ એકમ = પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમ વિશે લોકોને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ વડે સતત માહિતી પૂરી પાડતી રહે છે. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટના અનુસાર આ ટ્રસ્ટનું નિર્માણ કર્યુ હતું. ટ્રસ્ટ જ મંદિર નિર્માણની સમગ્ર કામગીરી પર નજર રાખી રહ્યું છે. મંદિર 2.7 એકર વિસ્તારમાં તૈયાર આવી રહ્યું છે.
રામમંદિર વિશે રસપ્રદ વિગતો
શ્રીરામજન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટના અનુસાર મંદિરનું નિર્માણ નાગર શૈલીમાં કરાવાઇ રહ્યું છે. તે પૂર્વથી પૃિમ 380 ફૂટ લંબાઇ ધરાવે છે પહોળાઇ 250 ફૂટ અને ઊંચાઇ161 ફૂટ છે. મંદિર ત્રણ માળનું રહેશે જેના દરેક માળ 20 ફૂટ ઊંચા રહેશે. મંદિરમાં કુલ 392 સ્તંભો રહેશે = 44 દરવાજા રહેશે. મંદિરમાં કુલ પાંચ મંડપ રહેશે જેમના નામ નૃત્ય મંડપ, રંગ મંડપ, સભા મંડપ, પ્રાર્થના અને કીર્તન મંડપ છે.મંદિરમાં શ્રાદ્ધાળુઓ પૂર્વ તરફથી પ્રવેશ કરી શકશે અને શ્રાદ્ધાળુઓએ સિંહ દ્વાર થઈ 32 પગથિયાં ચડવા પડશે. દિવ્યાંગ લોકો માટે ટ્રસ્ટ દ્વારા રેમ્પની વ્યવસ્થા કરાશે. મંદિરમાં ક્યાંય પણ લોખંડનો ઉપયોગ કરવામાં આવ્યો નથી.
મંદિરને લગતી અન્ય વિગતો
રામમંદિર પરિસરના ચાર ખૂણામાં ચાર મંદિર, રહેશે – આ મંદિરો ભગવાન સૂર્યનારાયણ, માતા ભગવતી અને ભગવાન ગણેશ અને ભગવાન મહાદેવના રહેશે. મા અન્નપૂર્ણાનું મંદિર, રામમંદિરની ઉત્તર તરફ છે જ્યારે હનુમાન મંદિરનું નિર્માણ દક્ષિણ દિશામાં કરાયેલું છે. અયોધ્યાના રામમંદિરના પાયાનું નિર્માણ 14 મીટર જાડાઈ ધરાવતા રોલર કોમ્પેક્ટેટ કોન્ક્રીટ (ઇઝઝ) વડે કરવામાં આવ્યું છે, જે તેને ખડક જેવી મજબૂતી પૂરી પાડે છે. મંદિરને જમીનના ભેજ સામે સંરક્ષણ આપવા માટે 21 ફૂટ ઊંચી પ્લીન્થનું ગ્રેનાઇટનો ઉપયોગ કરીને નિર્માણ કરવામાં આવ્યું છે. રામમંદિરનું નિર્માણ સંપૂર્ણપણે સ્વદેશી ટેક્નોલોજીનો ઉપયોગ કરીને કરવામાં આવી રહ્યું છે અને મંદિર નિર્માણમાં પર્યાવરણ અને પાણીના સંરક્ષણ અને સંવર્ધન પર વિશેષ ધ્યાન અપાયું છે.
રામમંદિરના નિર્માણનો ખર્ચ
શ્રીરામજન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટે 2022માં અંદાજ આપ્યો હતો કે ભવ્ય રામમંદિરના નિર્માણમાં 1,800 કરોડ રૂપિયા જેટલો ખર્ચ થશે. ગયા વર્ષે ઓક્ટોબરમાં સામે આવેલા ટ્રસ્ટે પાંચ ફેબ્રુઆરી 2020થી 31 માર્ચ, 2023ની વચ્ચે રામમંદિરના નિર્માણ પાછળ 900 કરોડ રૂપિયા જેટલી રકમ ખર્ચી નાખી હતી. ઉલ્લેખનીય છે કે રામ મંદિરના નિર્માણ માટે કેન્દ્ર કે રાજ્ય સરકાર પાસેથી એકપણ રૂપિયો લેવાયો નથી. સમગ્ર મંદિર નિર્માણ માટે રામ ભક્તો પાસેથી જ દાન લેવામાં આવ્યું છે. અહેવાલો અનુસાર હાલ પણ પ્રતિદિન કરોડો રૂપિયાની રકમ રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટને પ્રાપ્ત થઇ રહ્યું છે.