શ્રી રામ જન્મભૂમિ અયોધ્યા ભગવાન રામના આગમન માટે તૈયાર છે. 22 જાન્યુઆરીએ અયોધ્યામાં નવનિર્મિત મંદિરમાં રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે અને એ પહેલા હાલ અનુષ્ઠાન વિધિ ચાલી રહી છે. અયોધ્યાના શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં 22 જાન્યુઆરીએ રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહ્યા છે. આ કાર્યક્રમમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી મુખ્ય યજમાન તરીકે હાજરી આપશે.
आज पवित्र अयोध्या धाम की विरासत और भगवान श्री राम को समर्पित स्मारक डाक टिकट जारी करने का सौभाग्य प्राप्त हुआ। इस अवसर पर दुनियाभर में प्रभु श्री राम पर जारी टिकटों से जुड़ी एक पुस्तक का अनावरण भी किया। मुझे विश्वास है कि स्मारक डाक टिकट और यह पुस्तक आने वाली कई पीढ़ियों को श्री… pic.twitter.com/TfNfIpiIYC
— Narendra Modi (@narendramodi) January 18, 2024
શાસ્ત્રો અનુસાર, જે યજમાન પ્રાણ પ્રતિષ્ઠા કરવાના છે એમને કેટલાક કડક નિયમોનું પાલન કરવું પડે છે, જેને ‘યમ નિયમ’ કહેવામાં આવે છે. પીએમ મોદી રામલલાના અભિષેક પહેલા 11 દિવસની ધાર્મિક વિધિઓ દરમિયાન ‘યમ નિયમ’નું પાલન કરી રહ્યા છે.
યમના નિયમોનું પાલન કરી રહ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા પહેલા તેમની ધાર્મિક વિધિઓમાં કડક નિયમોનું પાલન કરી રહ્યા છે. વડાપ્રધાન મોદી જમીન પર ફક્ત એક ધાબળો ઓઢીને સૂઈ રહ્યા છે. આ સાથે જ માત્ર નારિયેળ પાણી પી રહ્યા છે, સાથે જ સાત્વિક ભોજન અને ફળો આહાર તરીકે લે છે. પીએમ મોદી દરરોજ ગાયોની પૂજા કરે છે અને ગાયોને ચારો ખવડાવે છે. સાથે જ વસ્ત્રદાન સહિત વિવિધ દાન પણ કરી રહ્યા છે.
లేపాక్షి వీరభద్ర ఆలయంలో, రంగనాథ రామాయణం విన్నాను, అలానే రామాయణంపై రూపొందించిన తోలుబొమ్మల ప్రదర్శనను కూడా వీక్షించాను. pic.twitter.com/DKzrPPxUBK
— Narendra Modi (@narendramodi) January 16, 2024
આ સિવાય પીએમ ધાર્મિક કાર્યક્રમોમાં હાજરી આપી રહ્યા છે અને પોતે ધાર્મિક પુસ્તકોનું પઠન કરી રહ્યા છે. થોડા દિવસો પહેલા જ પીએમ મોદીએ નાશિકમાં પંચવટીની મુલાકાત લીધી હતી જ્યાં ભગવાન શ્રી રામ તેમના વનવાસ દરમિયાન માતા સીતા અને લક્ષ્મણ સાથે રહ્યા હતા.આ સાથે જ વડાપ્રધાન મોદીએ કેરળમાં ગુરુવાયૂર મંદિર અને આંધ્રપ્રદેશમાં વીરભદ્ર મંદિરની પણ મુલાકાત લીધી હતી.
આગામી દિવસોમાં પીએમ મોદી દક્ષિણ ભારતના અનેક મંદિરોની મુલાકાત લેવાના છે. શનિવારે પીએમ તિરુચિરાપલ્લીમાં રંગનાથસ્વામી મંદિરની મુલાકાત લેશે. અહીં પીએમ કમ્બા રામાયણના શ્લોકોનું પઠન કરતા વિવિધ વિદ્વાનોને સાંભળવામાં સમય પસાર કરશે. આ સિવાય પીએમ રામેશ્વરમની પણ મુલાકાત લેશે જ્યાં તેઓ સંસ્કૃત, અવધી, કાશ્મીરી, ગુરુમુખી, આસામી, બંગાળી, મૈથિલી અને ગુજરાતીમાં રામાયણ સાંભળનારા શ્રોતાઓનો ભાગ બનશે.
પીએમ મોદીએ તેમની 11 દિવસની ધાર્મિક વિધિ દરમિયાન સ્વચ્છ તીર્થ પહેલ પણ શરૂ કરી હતી અને 12 જાન્યુઆરીએ તેમણે પોતે નાશિકમાં શ્રી કાલારામ મંદિરના પરિસરની સફાઈ કરી હતી. તેમની પહેલથી દેશભરમાં મંદિરોની સફાઈ માટે જન આંદોલન શરૂ થયું છે.