રામ લલ્લાના ની મુર્તિ પ્રતિષ્ઠા ને લઈને શહેરમાં અનેકો કાર્યક્રમ કરવામાં આવ્યા હતા . શહેરમાં બાઈક રેલી , મહાઆરતી ના કાર્યક્રમો રાખવામાં આવ્યા હતા મહાનગરપાલીકા દ્વારા સેલ્ફી પોઈન્ટ મુકવામાં આવ્યા હતા , ફટાકડા , આતિશબાજી , રોશની , ઘરે ઘરે દીપ મુકવામાં આવ્યા હતા , પરંતુ સુમેરુ ટાઉનશિપમાં રહીશોએ દ્વારા ઉજવણી અલગ રીતે કરવામાં આવી હતી.
ભગવાન શ્રીરામ , માતા જાનકી , ભાઈ લક્ષ્મણ તેમજ ભક્ત હુનામન બનેલા બાળકો નું ઢોલ નગારા સાથે સામયુ કરવામાં આવ્યું હતું , જેમ ભગવાન રામ અયોધ્યા આવ્યા ત્યારે જેમ માં કૌશલ્યાએ સામયુ કર્યુ તેમ ઢોલ શરણાઈ સામયુસાથે કરવામાં આવ્યું હતુ .
સમગ્ર શેરીના રોડ ને પાણી થી ધોઈને તેમાં બેહનો દ્વારા રંગોળી કરવામાં આવી હતી અને રોશની કરવામાં આવી હતી .
સંધ્યા સમયે પ્રભુ શ્રીરામ ની આરતી કરવામાં આવી હતી ત્યાંના રહીશો દ્વારા આરતી કરવામાં આવી હતી આ પ્રસંગે વોર્ડ ના નગરસેવક યુવરાજસિંહ ગોહિલ અને જિલ્લા યુવા મોરચાના કિશનભાઈ મહેતાએ પ્રભુ શ્રી રામ ની આરતી ઉતારી પોતને ધ્યન માન્યા હતા .
બાઈટ ૧ : યુવરાજસિંહ ગોહિલ , નગરસેવક
બાઈટ ૨: રાજેશભાઈ ગુંદિગરા , સ્થાનિક
રિપોર્ટ : સિદ્ધાર્થ ગોઘારી (ભાવનગર)