Skip to content
સોમવાર, નવેમ્બર 23, 2026 Ahmedabad 31°C

કેન્દ્રીય સંચાર રાજ્ય મંત્રી દેવુસિંહ ચૌહાણે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો સાથે સંવાદ કર્યો

કેન્દ્રીય સંચાર રાજ્ય મંત્રી દેવુસિંહ ચૌહાણે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો સાથે સંવાદ કર્યો

કેન્દ્રીય સંચાર રાજ્ય મંત્રી દેવુસિંહ ચૌહાણે જિલ્લા કલેક્ટર કચેરી, નડિયાદ ખાતે આવેલ પ્રાકૃતિક કૃષિ ખેત-પેદાશ વેચાણ હાટની મુલાકાત લીધી હતી. દેવુસિંહ ચૌહાણએ પ્રાકૃતિક કૃષિ દ્વારા ઉત્પાદિત વિવિધ ખેતપેદાશો જેમ કે રીંગણ, પાપડી અને ઘી ની ખરીદી કરી ખેડુતોને પ્રોત્સાહિત કર્યા હતા. સાથે જે તેમણે ખેડુતો સાથે પ્રાકૃતિક ખેતી સંબધિત બાબતો પર ચર્ચા કરી ખેડુતોને જરૂરી માર્ગદર્શન આપ્યુ હતુ.

આ પ્રસંગે મંત્રી દેવુસિંહ ચૌહાણએ જણાવ્યું હતું કે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતશ્રીએ શરૂ કરેલ પ્રાકૃતિક કૃષિ ઝુંબેશ અને રાજ્ય સરકારની ખેડુત કલ્યાણ લક્ષી યોજનાઓને લીધે આજે પાકૃતિક ખેતીના ફાયદાઓથી સામાન્ય લોકો જાગૃત થયા છે. દેવુસિંહ ચૌહાણ એ કહ્યુ હતુ કે ખેડા જિલ્લામાં આજે 1.15 લાખથી વધુ ખેડુતો પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. ત્યારે જિલ્લામાં શરૂ થયેલ પ્રાકૃતિક કૃષિ ચીજવસ્તુઓના વેચાણ કેન્દ્રોથી પ્રાકૃતિક ખેતી કરતા ખેડુતો સરળતાથી પોતાની ખેતપેદાશોનુ વેચાણ કરી સારી આવક કમાતા થયા છે.

આ અવસરે જિલ્લા કલેક્ટર, જિલ્લા અધિક નિવાસી કલેક્ટર, નડિયાદ પ્રાંત અધિકારી, આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર, જિલ્લા ખેતીવાડી અધિકારી સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા.

 

 

 

 

 

 

રિપોર્ટર – યેશા શાહ(ખેડા)

Filed under Kheda Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.