આગામી લોકસભા ચૂંટણી 2024 ના ભાગરૂપે માટે ભારતીય જનતા પક્ષના ૧૭-ખેડા લોકસભા બેઠકના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનો આજથી શુભારંભ થયો છે નડિયાદ નજીક ડભાણ ચોકડી પાસે કેન્દ્રીય સંચાર રાજ્ય મંત્રી અને ખેડા સાંસદ દેવુંસિંહ ચૌહાણ, પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ અને પૂર્વ ગૃહ મંત્રી ગોરધનભાઇ ઝડફિયા,લોકસભા પ્રભારી જીવરાજભાઈ ચૌહાણ,પ્રદેશ યુવા મોરચા પ્રમુખ પ્રશાંતભાઈ કોરાટ,ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ,નડિયાદના ધારાસભ્ય અને પૂર્વ મુખ્ય દંડક પંકજભાઈ દેસાઈ સહિત જિલ્લાના તમામ ધારાસભ્યો,અમુલ ડેરીના ચેરમેન વિપુલભાઈ પટેલ સહિત ભાજપ સંઘઠનના અનેક પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
આ મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયના શુભારંભે મહાનુભાવોના પ્રવચનોમાં પણ રામ કેન્દ્ર સ્થાને રહ્યા હતા. રામ ભારતની આસ્થા છે.રામ ભારતનો આધાર છે.એવો સામૂહિક સુર વ્યક્ત થયો હતો.ખેડા લોકસભા બેઠકના મધ્યસ્થ કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે ઉપસ્થિત સહુ મહાનુભાવોએ આગામી લોકસભાની સામાન્ય ચૂંટણીઓમાં શ્રદ્ધેય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને પુનઃ વડાપ્રધાન બનાવવા અને ખેડા લોકસભા બેઠક પાંચ લાખથી વધુ મતો થી ચૂંટી લાવવા સંકલ્પ કરી કાર્યકરોને આ કાર્યમાં જોડાઈ જવા આહવાન કરાયું હતું. કાર્યકરોએ પણ વળતો પ્રતિસાદ આપી જયશ્રી રામનો નારો લગાવ્યો હતો.સમગ્ર માહોલ કેસરિયા રંગે રંગાઈ ગયો હતો…ને વાતાવરણ જય શ્રી રામના નારાથી ગુંજી ઉઠ્યું હતું.
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી. નડડાએ દ્રશ્ય શ્રાવ્ય માધ્યમ દવારા કાર્યકરોએ માર્ગદર્શન આપતું પ્રવચન કર્યું હતું.ખેડા લોકસભા બેઠક પર પુનઃ ભાજપનું કમળ ખીલે અને જવલંત વિજય મળે એવો દ્રઢ સંકલ્પ કાર્યકરોએ વ્યક્ત કર્યો હતો.
રિપોર્ટર – યેશા શાહ(ખેડા)