માતર તાલુકાના ઉંઢેલા ગામે ગરબાના કાર્યક્રમમાં પથ્થરમારો કરનારા આરોપીઓને જાહેરમાં પોલીસે અધિકારો અને કર્મચારીઓ દ્વારા મારમારવાના ગુનામાં હાઇકોર્ટ દ્વારા ઉપરોક્ત ચાર પોલીસ કર્મચારી- અધિકારીઓને ૧૪ દિવસની સજા ફટકારવામાં આવી હતી. જે સંદર્ભે આરોપી પોલીસ દ્વારા સુપ્રિમ કોર્ટમાં દાદ માંગવામાં આવી હતી. જેની સુનાવણી પૂર્વે સુપ્રિમકોર્ટ દ્વારા ઉપરોક્ત સજા સંદર્ભે આંશીક બ્રેક મારીને પોલીસ કર્મચારીઓની કામગીરી અંગે ચિંતા વ્યક્ત કરી છે.
ઊંઢેલા ગામે વર્ષ ૨૦૨૨માં નવરાત્રીના કાર્યક્રમમાં ગરબા ગવાતા હતા. કેટલાક ઇસમો દ્વારા ગરબા ઉપર પથ્થર મારો કરાયો હતો. જેના ભાગ સ્વરૂપે કેટલાક આરોપીને પોલીસે ઝડપી પાડ્યા હતા.
આ આરોપીઓને થાંભલા સાથે ઉભારાખીને જાહેરમાં મારમારવાના વિડીયો સર્વત્ર વાઇરલ થયા હતા. આ સંદર્ભે મારનો ભોગ બનનારા આરોપીઓ તરફથી હાઇકોર્ટમાં કોર્ટ ઓફ કન્ટેપટ કરાઇ હતી. જેના પગલે હાઇકોર્ટ દ્વારા આ ચાર પોલીસ કર્મચારી અને અધિકારીઓને ૧૪ દિવસની સજા ફટકારતો હુકમ કરવામાં આવ્યો હતો. આ હુકમના પગલે પગલે પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા સુપ્રિમ કોર્ટમાં દાદ માંગવામાં આવી હતી.
આજે સુપ્રિમકોર્ટ દ્વારા ઉપરોક્ત ચાર પોલીસ અધિકારી અને કર્મચારીઓને આંશીક રાહત મળે તે રીતે ૧૪ દિવસની સજા ઉપર રોક લગાવવામાં આવ્યો છે. સાથે સાથે આ ઘટના અંગે સુપ્રિમે પોલીસના વર્તના આલોચના કરી હતી. હજુ સુપ્રિમમાં સુનાવણી બાકી છે. અને હવે કેવો નિર્ણય કોર્ટ દ્વારા લેવામાં આવે છે તે અંગે ભારે ચર્ચાઓએ જોર પકડ્યું છે.