ગત બે દિવસ અગાઉ શહેરના હરણી સ્થિત તળાવ ખાતે બોટ પલ્ટી જવાની ઘટનામાં શહેરના પૂર્વ વિસ્તારની શાળાના નાના ભૂલકાઓ તેમજ શિક્ષકો અકાળે મૃત્યુ પામ્યા હતાં. આ સમગ્ર હૃદયદ્રાવક તેમજ આઘાતજનક ઘટના સંદર્ભમા વૈષ્ણવાચાર્ય પૂજ્ય વ્રજરાજકુમારજીએ પોતાની સંવેદના વ્યક્ત કરતા જણાવ્યા હતું કે; હરણી તળાવમાં બોટિંગ દરમ્યાન બોટ પલ્ટી જવાની ઘટનામાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો મૃત્યુ પામ્યાં આ ઘટના અત્યંત દુઃખદ છે.આ ઘટનામાં સારવાર હેઠળ તમામ જલ્દીથી સ્વસ્થ બને અને સુરક્ષિત રહે એવી શ્રીપ્રભુ ચરણોમાં વિનંતી. આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા જીવોની આત્માને શ્રીપ્રભુ શાંતિ અર્પે અને પરિવારજનોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી વિનંતી
આ સાથે જ વૈષ્ણવાચાર્ય પૂજ્ય વ્રજરાજકુમારજી મહોદયશ્રીની નિશ્રામાં VYO ઈન્ટરનેશલ ટ્રસ્ટી બોર્ડ દ્વારા એક જાહેરાત કરવામાં આવી હતી જેના ભાગરૂપે VYO પંચામૃત યોજના અંતર્ગત આ દુઃખદ ઘટનામાં મૃત્યુ પામેલા તમામ ને રૂપિયા 51,000 (એકાવન હજાર)ની સહાય પ્રત્યેકને સમર્પિત કરવામાં આવશે ત્યારે સારવાર હેઠળ તમામનો મેડિકલ ખર્ચ પણ VYO સંસ્થા દ્વારા પૂરું પાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે
શહેર ઉપરાંત સમગ્ર ગુજરાત અને સમગ્ર દેશ જયારે આ દુઃખ ઘટના સંદર્ભમાં પ્રાર્થના સ્વરૂપે અલગ અલગ રૂપમાં પોતાની સંવેદનાઓને વ્યક્ત કરી રહ્યો છે એવા સમયે VYO અને વ્રજધામ સંકુલના સંયુક્ત તત્વાવધાનમાં વૈશ્ણવાચાર્ય પૂજ્ય વ્રજરાજકુમારજીના મંગળ સાનિધ્યમાં તા.21 જાન્યુઆરી,2024ના રોજ શ્રીરામ પ્રભુના મંદિરના ઉદ્ઘાટન પ્રસંગને અનુલક્ષીને આયોજિત 51,000 દીપના દિપોત્સવના પ્રારંભમાં આ હરણી તળાવની દુર્ઘટનામાં મૃત્યુ પામેલા તમામ જીવોની આત્માની શાંતિ અર્થે પ્રાર્થના થશે તેમજ ભાવસભર શ્રદ્ધાંજલિ અર્પિત કરવામાં આવશે.