સિવિએલ એવિએશન મંત્રાલય દ્વારા એર ઈન્ડિયા પર મોટી પેનલ્ટી લગાવવામાં આવી છે. DGCAએ એર ઈન્ડિયા પર ઉડાનોમાં સુરક્ષા નિયમોના ઉલ્લંઘન મામલે 1.10 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. એર ઈન્ડિયાની ફ્લાઈટ્સમાં સતત થઈ રહેલા સુરક્ષા નિયમોના ઉલ્લંઘન મામલે DGCAએ એરલાઈન પર મોટી કાર્યવાહી કરી છે.
DGCA has initiated enforcement action and imposed a penalty of Rs 1.10 crore on Air India over allegations of safety violations of flights operated by Air India on certain long-range terrain critical routes: DGCA pic.twitter.com/f9oOQfx8Fo
— ANI (@ANI) January 24, 2024
એર ઈન્ડિયા પર એન્ફોર્સમેન્ટ એક્શન પણ શરૂ
લાંબા અંતરના મહત્વપૂર્ણ રૂટ્સ પર એર ઈન્ડિયા દ્વારા ઉડાવવામાં આવી રહેલી ફ્લાઈટ્સમાં સુરક્ષા ઉલ્લંઘનના આરોપો પર DGCAએ એન્ફોર્સમેન્ટ કાર્યવાહી પણ શરૂ કરી છે. DGCAએ દંડની ડિટેલ્સ અને તે ખાસ ઘટનાનો હાલ કોઈ ખુલાસો નથી કર્યો જેના માટે દંડ ફટકારવામાં આવ્યો છે. એર ઈન્ડિયાની ફ્લાઈટ્સમાં હાલમાં અનેક અનિયમિતતાની ઘટનાઓ બની છે અને આ જ કારણોસર સુરક્ષા ઉલ્લંઘન માટે 1.10 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.
તાજેતરના કેટલાક મહિનામાં એર ઈન્ડિયા સાથે જોડાયેલા અનેક મામલા સામે આવ્યા છે. જેમાં વેજિટેરિયન યાત્રીને નોનવેજ ભોજન પીરસવાથી લઈને ફ્લાઈટની છત પરથી પાણી ટપકવા જેવા મામલા પણ સામેલ છે. પ્લેનની છત પરથી પાણી ટપકવાનો મામલો તો એર ઈન્ડિયા બોઈંગ બી 787 ડ્રીમ લાઈનનો છે જેનો વીડિયો વાયુ વેગે વાયરલ થયો હતો.
ઈન્ડિગો પર પણ હાલમાં દંડ ફટકારાયો હતો
તાજેતરમાં ઈન્ડિગો પર પણ રૂ. 1.20 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો હતો કારણ કે તેની એક ફ્લાઈટના પેસેન્જરો રસ્તા પર આવી ખાવાનું ખાવા લાગ્યા હતા. નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ આ ઘટના પર આકરી પ્રતિક્રિયા આપી હતી અને કહ્યું હતું કે આ સ્વીકાર ન કરી શકાય.