કેન્દ્ર સરકારે બજેટ સત્ર (budget session) પહેલા સર્વપક્ષીય બેઠક (all party meeting) બોલાવી છે. સરકારે તમામ પક્ષોને આજે 11.30 વાગ્યે ચર્ચામાં ભાગ લેવાની અપીલ કરી છે. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદીના બીજા કાર્યકાળનું આ વચગાળાનું (interim budget) બજેટ છે. જેમાં સરકાર આગામી નાણાકીય વર્ષ માટે પોતાના એજન્ડા રજૂ કરશે. આ ઉપરાંત સરકાર રાજકીય પક્ષોને તેના મુદ્દાઓની માહિતી પણ આપશે.
Budget 2024: Parliamentary affairs minister Pralhad Joshi to meet floor leaders of parties today
Read @ANI Story | https://t.co/FIEHDtaO1L#InterimBudget #Budget2024 #PralhadJoshi pic.twitter.com/L6FBIUxSj7
— ANI Digital (@ani_digital) January 30, 2024
બજેટ સત્ર 31 જાન્યુઆરીથી 9 ફેબ્રુઆરી સુધી ચાલશે
આ વખતે સરકારનું બજેટ સત્ર 31 જાન્યુઆરીથી 9 ફેબ્રુઆરી સુધી ચાલશે. આ દરમિયાન કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણ (Nirmala Sitharaman) 1 ફેબ્રુઆરીએ વચગાળાનું બજેટ રજૂ કરશે. લોકસભા ચૂંટણી બાદ નવી સરકારના નાણામંત્રી સંપૂર્ણ બજેટ રજૂ કરે છે. બજેટ સત્ર પહેલા સરકારે આજે સંસદમાં વિવિધ પક્ષોના નેતાઓની બેઠક બોલાવી છે જે એક પરંપરાગત બેઠક છે, જે દર વર્ષે બજેટ સત્ર પહેલા યોજાય છે.