મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે એવિએશન સેક્ટરના વિકાસ અને એવિએશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ થકી ટુરિઝમ, રિજિયોનલ કનેક્ટિવિટી, ટ્રેડ એન્ડ કોમર્સ તથા જોબ ક્રિએશનને વેગ આપવા એક નક્કર પગલું ભર્યું છે. તો બીજી તરફ વિધાનસભા ગૃહમા સરકારે આજે જવાબ રજૂ કર્યો.અને જણાવ્યુ કે ગુજરાતમા નવા ત્રણ એરપોર્ટ બનાવવાનુ આયોજન ચાલી રહયુ છે.
દિવસેને દિવસે ગુજરાતનો વિકાસ આગળ વધી રહયો છે, આજે રાજયસરકાર દ્વારા ગૃહમા જવાબ આપવામા આવ્યો છે, તેમા સરકાર દ્વારા નવા એરપોર્ટ બનાવવાનુ આયોજન ચાલી રહયુ છે,મહત્વની વાત તો એ છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી ( SOU )ખાતે દેશ-વિદેશમાથી લોકો સ્ટેચ્યુ નિહાળવા માટે આવી રહયા છે,તો મુસાફરોને સીધો એરપોર્ટનો લાભ મળે તે હેતુથી વિચારણા ચાલી રહી છે.બીજી તરફ વડનગરમા પ્રાચીન સંસ્કૃતિઓ આવેલી છે, તે જોવા પણ લોકો દૂર દૂરથી આવી રહ્યા છે. કેવડિયાથી 12 કિલોમીટર દૂર એરપોર્ટ બનાવવામાં આવશે. હાલ તિલકવાડા ખાતે એરપોર્ટ બનાવવા માટે સરકાર કવાયત કરી રહી છે. તિલકવાડાના ફેરકુવા અને સુરોવા ખાતે એરપોર્ટ બનાવવાની શક્યતા છે. ઉપરાંત સિદ્ધપુર અને વડનગર ખાતે એરપોર્ટ બનાવવાની પણ તૈયારીઓ કરવામાં આવી છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટીની એરપોર્ટ કનેક્ટિવિટીને લઈ હાલ રાજ્ય સરકાર નર્મદા જિલ્લાના તિલકવાડા ખાતે પ્રિફિઝિબિલિટી સ્ટડીની કામગીરી કરી રહી છે. જ્યારે સિદ્ધપુર અને વડનગરમાં પણ પ્રિફિઝિબિલિટીની કામગીરી પ્રગતિ હેઠળ છે.
સૂચિત ગ્રીનફિલ્ડ એરપોર્ટનો પણ કરાશે વિકાસ
રાજ્યમાં 11 જેટલા સ્થળોની સૂચિત ગ્રીનફિલ્ડ એરપોર્ટની વિકાસ કરવા માટે ઓળખ કરવામાં આવી છે તેમાં અંકલેશ્વર, મોરબી, રાજપીપળા, બોટાદ, દ્વારકા, ધોરડો, રાજુલા, દાહોદ, અંબાજી, ધોળાવીરા તથા પાલીતાણાનો સમાવેશ થાય છે. આ સ્થળોએ ટેકનિકલ ફિઝિબિલિટી અને જમીનની ઉપલબ્ધિની સંભાવનાઓ ચકાસીને તેના આધારે રાજ્ય સરકાર અને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા એરપોર્ટ ડેવલપ કરવા માટે જરૂરીયાત મુજબ આગળ વધશે.
એરપોર્ટ એમઓયુ
આ હેતુસર રાજ્ય સરકારના સિવિલ એવિએશન ડિપાર્ટમેન્ટ અને એરપોર્ટ ઓથોરિટી ઑફ ઇન્ડિયા વચ્ચે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં MoU કરવામાં આવ્યા હતા. આ MoU અનુસાર ગુજરાત સરકાર એરપોર્ટ ડેવલપમેન્ટ માટે જરૂરિયાત મુજબની જમીન, વીજળી, પાણી, ફાયર સિક્યોરિટી જેવી યૂટિલિટી સેવાઓ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાને પૂરી પાડશે.