વડાપ્રધાન યુએઈની મુલાકાતે છે. વડાપ્રધાને અબુધાબીમાં શાનદાર મંદિરનું ઉદ્ઘાટન કર્યું હતું. આ સાથે સાથે તેમણે એક બીજી પણ મોટી જાહેરાત કરી હતી. આજે સવારે યુએઈના ઉપરાષ્ટ્રપતિએ દુબઈમાં ભારતીય શ્રમિકો માટે એક હોસ્પિટલ બનાવવા માટે જમીન આપવાની ઘોષણા કરી છે. હું તેમનો હ્રદયથી આભાર માનું છું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે અબુધાબીમાં શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (BAPS) મંદિરનું ઉદ્ઘાટન કર્યું. તેમણે કહ્યું કે તે ભારત અને અરેબિયાના લોકો વચ્ચેના પરસ્પર પ્રેમનું પ્રતીક છે. તે ભારત-યુએઈ સંબંધોનું આધ્યાત્મિક પ્રતિબિંબ પણ ધરાવે છે. ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે અબુધાબીના પ્રથમ હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન કર્યું છે. આ મંદિર રાજસ્થાનના ગુલાબી સેંડસ્ટોનમાંથી બનાવવામાં આવ્યું છે. આ મંદિર 27 એકરમાં બનેલું છે અને તેની ઊંચાઈ 108 ફૂટ છે. આ મંદિર તેના સ્થાપત્ય અને તેની ભવ્યતાથી સમગ્ર વિશ્વને આકર્ષિત કરી રહ્યું છે. મંદિરના ઉદ્ઘાટન બાદ પીએમ મોદીએ આરતીમાં પણ ભાગ લીધો હતો.
#WATCH | In Abu Dhabi, PM Modi says, "The Vice-president of UAE has announced to give land in Dubai for the construction of a hospital for Indian workers." pic.twitter.com/jqbeJ8Mbvy
— ANI (@ANI) February 14, 2024
હોસ્પિટલ બનાવવા માટે જમીન આપવાની જાહેરાત કરી
વડાપ્રધાન મોદીએ કહ્યું કે મારા મિત્ર રાષ્ટ્રપતિ ઝાયેદનું વિઝન ‘અમે બધા ભાઈઓ છીએ’ છે. તેણે અબુધાબીમાં અબ્રાહમ પરિવારનું ઘર બનાવ્યું છે. અબુધાબીમાં ભગવાન સ્વામિનારાયણનું મંદિર વિવિધતામાં એકતાના વિચારને વિસ્તારી રહ્યું છે. આજે હું આ ભવ્ય સ્થળેથી વધુ એક સારા સમાચાર આપવા માંગુ છું. આજે સવારે UAEના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન રશીદે દુબઈમાં ભારતીય કામદારો માટે હોસ્પિટલ બનાવવા માટે જમીન આપવાની જાહેરાત કરી છે. હું તેમનો અને મારા ભાઈ પ્રમુખ નાહયાનનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું.