મણકા નો દુખાવો અસહ્યય હોતો હોય છે અને તેની સર્જરી એના થી પણ પીડાદાયક પરંતુ સૌરાષ્ટ્રમાં પ્રથમવાર સ્પાઈન સર્જન ડો.નિસર્ગ પી શાહ દ્વારા દૂરબીન દ્વારા ડોક ના મણકા ની સફળતા પૂર્વક સર્જરી કરવામાં આવી હતી .
બજરંદાસ બાપા હોસ્પિટમાં માં છેલ્લા ચાર વર્ષ થી કાર્યરત ડો.નિસર્ગ શાહ દ્વારા વડોદરા ના મહિલા દર્દીનું દૂરબીન દ્વારા ડોક ના મણકા ઓપરેશન સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું .
ડો શાહએ જણાવતા કહ્યુ દૂરબીન દ્વારા ડોક ના મણકા ની આ સમગ્ર સૌરાષ્ટ્રમાં પ્રથમ સર્જરી છે , આ પ્રકાર ની સર્જરી અમદાવાદ મુંબઈ કરવામાં આવતી હોય છે જે ખૂબ ખર્ચાળ હોય છે , અને દર્દીના સગાને રેહવાની , જમવા ની અગવડતા પડતી હોય છે સાથે સાથે એમ પણ જણાવ્યું કે દૂરબીન દ્વારા સર્જરીથી માત્ર અડધો સેન્ટીમીટર જેટલા બે કાપા મુકવામાં આવે છે , જ્યારે ઓપન સર્જરીમાં મોટો ચિરો મારવો પડતો હોય છે . દૂરબીન થી સર્જરી નો મોટો ફાયદો તે થાય છે દર્દી ને ૨૪ કલાક માં રાજા આપી દેવામાં આવે છે અને ઓપરેશન બાદ દર્દી ને કોઈ પરેજી પાળવાની નથી રહેતી .
ડો.શાહ દ્વારા ૧૦૦ થી વધુ સર્જરી સફળતાપૂર્વક કરવામાં આવેલ છે .