કેનેડાની સરકારે વિદેશથી કેનેડામાં ભણવા આવતા વિદ્યાર્થીઓ માટે Post Graduation Work Permit પ્રોગ્રામના નિયમોમાં 15 ફેબ્રુઆરીના રોજથી ફેરફાર કર્યો છે. જે વિદેશી વિદ્યાર્થીઓએ 2 વર્ષની અંદર માસ્ટર ડિગ્રી મેળવી લીધી છે, તેઓ હવે PGWP અંતર્ગત 3 વર્ષ માટે ક્વોલિફાય થઈ શક્શે. જો કે, આ માટે જરૂરી ક્રાઈટેરિયા પૂરા કરવા પડશે. પરંતુ 1 સપ્ટેમ્બર 2024થી જે વિદ્યાર્થીઓ લાઈઝનિંગ એગ્રીમેન્ટ પ્રોગ્રામ અંતર્ગત એડમિશન મેળવી રહ્યા છે, તેઓ PGWPનો લાભ નહીં મેળવી શકે. સાથે જ કેનેડાની સરકારે સુધી ડિસ્ટન્સ લર્નિંગ અને PGWPની વેલિડીટી વધારીને 31 ઓગસ્ટ 2024 કરી છે.
🚨 Canada has changed the rules of its post graduation work permit for international students. 🇨🇦 🇮🇳
— Indian Tech & Infra (@IndianTechGuide) February 19, 2024
ઉલ્લેખનીય ચે કે PGWP એટલે કે પોસ્ટ ગ્રેજ્યુએશન વર્ક પરમિટ એ વિદેશથી કેનેડા ભણવા જતા વિદ્યાર્થીઓ માટે ઓપન વર્ક પરમિટ છે, જે તેમનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ મળે છે. PGWP ધરાવતા વિદેશી વિદ્યાર્થીઓ કેનેડામાં ગમે તેટલા કલાકો માટે અને ગમે તે સ્થળે નોકરી કરીને કમાણી કરી શકે છે. હવે આ PGWPની સમયમર્યાદા કેટલી છે, તે તમારા સ્ટડી પ્રોગ્રામ, તમારા પાસપોર્ટની એક્સપાયરી ડેટ બેમાંથી જે પણ પહેલા પૂરું થાય છે, તેના પર આધાર રાખે છે.
📢Important info for #InternationalStudents!
Effective February 15, 2024, changes to the Post-Graduation Work Permit Program (PGWPP) for graduates of master’s degree programs will come into force.
In recognition that graduates of master’s degree programs are excellent…
— IRCC (@CitImmCanada) February 16, 2024
PGWP અંતર્ગત કયા વિદ્યાર્થીઓને લાભ મળશે?
જો તમે કેનેડામાં ડેસિગ્નેટેડ લર્નિંગ ઈન્સ્ટીટ્યુશનમાંથી ડિગ્રી મેળવી છે અને થોડા સમય માટે તમારે કેનેડામાં નોકરી કરવા માટે રહેવું છે તો તમને PGWPનો લાભ મળશે. હવે અહીં ડેઝિગ્નેટેડ લર્નિંગ ઈન્સ્ટીટ્યુશન કેનેડા સરકાર દ્વારા અપ્રૂવ કરવામાં આવેલી સંસ્થાઓ છે. તમે આવી સરકાર માન્ય સંસ્થામાંથી અભ્યાસ કર્યો હોવો ફરજિયાત છે. જો કે, PGWP પ્રોગ્રામ અંતર્ગત આવી જે સ્કૂલો લિસ્ટમાં સામેલ છે, તેમાંથી અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓને જ આ નવા પ્રોગ્રામનો લાભ મળશે.
Are you preparing to work in Canada? You should apply for your work permit before you travel to Canada. If you have already entered Canada, you can only apply at a port of entry if you're eligible. Learn more in our Help Centre: https://t.co/pLCbBlaBXk pic.twitter.com/MEZxlB8Lo5
— IRCC (@CitImmCanada) February 18, 2024
લાંબા ગાળાની વર્ક પરમિટ કોને મળશે?
એવા વિદ્યાર્થીઓ જેમણે PGWP અંતર્ગત આવતી સરકાર માન્ય શૈક્ષણિક સંસ્થાઓમાંથી અબ્યાસ કર્યો છે તેમને જ 3 વર્ષ માટેની પોસ્ટ ગ્રેજ્યુએટ વર્ક પરમિટ મળી શક્શે.
જો તમારો માસ્ટર ડિગ્રીનો કોર્સ 8 મહિના કરતા અથવા તો ક્યૂબિક ક્રેડેન્શિઅલ્સ માટે 900 કલાક કરતા ઓછાનો છે, તો તમને પોસ્ટ ગ્રેજ્યુએટ વર્ક પરમિટનો લાભ નહીં મળે. પરંતુ જો તમારો કોર્સ 8 મહિના લાંબો અતવા 900 કલાકનો કે તેના કરતા વધારે છે તો તમે 3 વર્ષના પોસ્ટ ગ્રેજ્યુએટ વર્ક પરમિટ માટે અપ્લા ય કરી શકો છો. પરંતુ આ વર્ક પરમિટનો લાભ સર્ટિફિકેટ કોર્સ અથવા ડિપ્લોમા કોર્સ કરનાર વિદ્યાર્થીઓને નહીં મળે.
PGWP મેળવવામાં કેટલો સમય લાગશે?
તમારો અભ્યાસ પૂરો થઈ ગયાના 180 દિવસની અંદર તમે પોસ્ટ ગ્રેજ્યુએટ વર્ક પરમિટ માટે અરજી કરી શકો છો. અરજી કર્યાના અને અપ્રૂવ થયાની વચ્ચે પણ તમે કેનેડામાં કામ કરવા માટે સ્વતંત્ર છો, બસ આ માટે તમારે તમે પોસ્ટ ગ્રેજ્યુએટ વર્ક પરમિટ માટે અરજી કરી છે તેના પુરાવા જમા કરાવવા પડશે.