પહેલા સીઝનની શાનદાર સફળતા બાદ ફરી એક વખત નવા મુદ્દાઓ સાથે આવ્યું છે What India Thinks Today.આ સ્પેશિયલ ઈવેન્ટ બીજી સીઝનની સાથે પ્રેક્ષકોને જ્ઞાનપ્રદ ચર્ચાઓ અને જાણકારીઓ આપવા માટે બીજી સીઝન સાથે પરત આવે છે. 25 ફેબ્રુઆરીથી આ કાર્યક્રમની શરુઆત થઈ રહી છે, જે દેશની રાજધાની દિલ્હીમાં થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ કાર્યક્રમમાં ચીફ ગેસ્ટ હશે.
જ્યારે અન્ય મશહુર હસ્તિઓ આ ઈવેન્ટમાં ભાગ લેશે. રમત ગમત મંત્રી અનુરાગ ઠાકુર, મશહુર ભારતીય ક્રિકેટર સૂર્યકુમાર યાદવ સહિત અન્ય જાણીતા ખેલાડીઓ પણ આ ઈવેન્ટમાં સામેલ થશે.
ખેલો ઈન્ડિયાથી ભારત બની રહ્યું છે તાકાતવર
ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ અને બીસીસીઆઈ અધ્યક્ષ રહી ચૂકેલા અનુરાગ ઠાકુરે કેન્દ્ર સરકારમાં રમત મંત્રાલયની જવાબદારીઓ સંભાળી હતી અને દેશમાં રમતને પ્રોત્સાહિત કરી આગળ વધારવાના પ્રયાસમાં જોડાયા હતા. તેનું મંત્રાલય ખાસ રીતે ખેલો ઈન્ડિયા ગેમ્સ દ્વારા દેશના અલગ અલગ ભાગમાં નવી પ્રતિભાઓની ઓળખ કરી રહ્યું છે અને તેના પોતાનો દમ દેખાડવા માટે મંચ આપી રહ્યું છે.
દેશને રમતનું સુપરપાવર બનાવવા માટે મોદી સરકારે કેટલાક વર્ષો પહેલા ખેલો ઈન્ડિયાની શરુઆત કરી હતી ત્યારબાદ દેશના યુવાઓને આ ફાયદો મળી રહ્યો છે. ભારત સરકાર ખેલો ઈન્ડિયા દ્વારા દેશના યુવાઓને આગળ વધારી રહી છે. રમત મંત્રી અનુરાગ ઠાકુર આ ઈવેન્ટમાં સરકારના પ્લાન વિશે જાણકારી આપશે.
આ શાનદાર ખેલાડીઓ લેશે ભાગ
ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર સૂર્યકુમાર યાદવે ટી 20 ક્રિકેટમાં પોતાની વિસ્ફોટક બેટિંગથી ઓળખ બનાવી છે. છેલ્લા એક વર્ષથી વધુ સમય આ ફોર્મેટમાં દુનિયાનો નંબર વન બેટ્સમેન છે અને ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ પણ કરી ચૂક્યા છે.
હરમિલન બેસ ભારતની એક યુવા એથલીટ છે. તેમણે ગત્ત એશિયન ગેમ્સમાં 800 મીટર રેસમાં સિલ્વર મેડલ જીતી ઈતિહાસ રચ્યો હતો. આ સિવાય તેના નામે 1500 મીટરમાં ભારતને નેશનલ રેકોર્ડ પણ છે.
ભારતના પૂર્વ બેડમિન્ટન સ્ટાર અને મશહુર કોચ પુલેલા ગોપીચંદે ભારતના અનેક બેડમિન્ટન ખેલાડી આપ્યા છે. સાયના નહેવાલ, પીવી સિંધુ જેવા તેના શિષ્યોએ ઓલિમ્પિકમાં ભારતને મેડલ અપાવ્યા છે. હજુ પણ દેશને નવા બેડમિન્ટન સ્ટાર આપી રહ્યા છે.
જમ્મુ કાશ્મીર પેરા ક્રિકેટ ટીમના કેપ્ટન આમિર હુસૈન લોન પોતાના અલગ અંદાજની બેટિંગના કારણે માત્ર ચર્ચાનું કારણ રહ્યા છે.તેમજ ખેલાડીઓને પ્રેરિત કરી રહ્યા છે.