વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જામનગરવાસીઓ સ્વાગત કરવા આતુરત બન્યા છે.દ્વારકાની મુલાકાતે આવતા પહેલા જામનગરમાં રોડ શો યોજે તેના માટે તૈયારીઓ ભાજપ દ્રારા શરૂ કરવામાં આવી હોવાનું જાણવવા મળે છે. આ રોડ શો મહાકાળી સર્કલથી સાત રસ્તા અને સાત રસ્તાથી લાલ બંગલા સર્કલ સુધી યોજવા અંગે નિરીક્ષણ સુરક્ષાની બાબતોને ધ્યાને લઇ કરવામાં આવશે.
અયોધ્ધામાં ભગવાનશ્રી રામના રામમંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા કર્યા પછી પ્રથમવાર દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જામનગર આવતા હોય. તેનો આભાર માનવા અને સ્વાગત કરવા જામનગરવાસીઓમા અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. દ્વારકા નજીક ઓખા બેટ વચ્ચેના સિગ્નેચર બ્રિજના લોકાર્પણ કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી રહ્યા છે.ત્યારે તેઓ આગામી તા. 24ના રોજ જામનગર સર્કિટ ખાતે રાત્રિ રોકાણ કરવાના છે.
જેને લઇ પોલીસ તંત્ર સહિત અન્યવિભાગો દ્વારા તડામાર તૈયારી શરૂ કરી દીધી છે. ત્યારે જાણવા મળતી માહિતી મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવકારવા એક રોડ શો યોજાઈ શકે છે. જેને લઈ શહેર ભાજપ દ્રારા પણ પ્રાથમિક તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. આ રોડ શો કયા થી શરૂ કરીને ક્યાં સુધીનો રૂટ રાખી શકાય તે બાબત સાથે સૂરક્ષાની બાબત અંગે પણ સુરક્ષા એજન્સીઓ અભ્યાસ કર્યા પછી મજૂરી આપી શકે.
કારણ કે વડાપ્રધાનનો કાર્યક્રમ મુજબ સાંજના સમયે આગમનનો હોય જેને ધ્યાને રાખીને રોડ શો યોજાઈ શકે છે. આ રોડ શો મહાકાળી સર્કલ થી સાત રસ્તા થઈને લાલ બંગલા સુધીનો રાખવા યોજવા અંગે તમામ બાબતો સરકારી એજન્સી દ્રારા તપાસ કર્યા પછી સતાવાર જાહેરાત થશે. પરંતુ જાણવા મળતી માહિતી મુજબ જામનગર માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રોડ શો ઉપર સુશોભન સહિતના મુદ્રએ આયોજનને લઇ પ્રાથમિક તૈયારી પછી આખરીઉપ આપી શકાય. હાલ તો આ રોડ શો અંગે શહેર ભાજપ અધ્યક્ષ ડો વિમલ કગથરાએ ટેલીફોનિક વાતચીત જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રોડ શો અંગે કોઈ સતાવાર જાહેરાત કાર્યકમ આવેલ નથી. વડાપ્રધાનના રોડ શો યોજવાની મજૂરી મળશે તો શહેર ભાજપની યોજવાની તૈયારી છે.
એક એવી શકયતા પણ છે કે, આગામી 3 થી 5 માર્ચ દરમ્યાન રિલાયન્સના યુવા ડાયરેકટર અનંત અંબાણીના રિલાયન્સ ગ્રીન ખાતે યોજાનાર પ્રિ-વેડીંગ સમારોહ માટે વડાપ્રધાનને નિમંત્રણ આપવા તેઓ ખુદ સર્કિટ હાઉસ ખાતે મુલાકાત લઇ શકે છે. નોંધનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગત મુલાકાત વખતે રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણીએ સર્કિટ હાઉસ ખાતે પહોંચ્યા હતા અને શુભેચ્છા મુલાકાત કરી હતી.