2024ના માર્ચ મહિનાના પ્રથમ દિવસે જ એટલે કે 1 માર્ચે જ LPG ગેસ સિલિન્ડરની કિંમતને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, LPG ગેસ સિલિન્ડરની કિંમતમાં ફરી એકવાર વધારો કરવામાં આવ્યો છે. મતલબ કે 1 માર્ચ 2024થી સિલિન્ડર મોંઘું થઈ ગયું છે. જોકે ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ ફરી એકવાર કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો કર્યો છે. દિલ્હીમાં તે 25 રૂપિયા મોંઘો થયો છે, જ્યારે મુંબઈમાં તે 26 રૂપિયા મોંઘો થયો છે.
શું છે 19 કિલોના સિલિન્ડરના નવા દર ?
ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ સતત બીજા મહિને 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો કરીને મોંઘવારીને આંચકો આપ્યો છે. ગયા મહિને બજેટના દિવસે એટલે કે 1 ફેબ્રુઆરી 2024ના રોજ તેમાં 14 રૂપિયાનો વધારો કર્યા બાદ હવે સિલિન્ડરની કિંમતમાં એકવાર 25 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. બદલાયેલા દરો IOCLની વેબસાઇટ પર જાહેર કરવામાં આવ્યા છે, જે આજથી એટલે કે 1 માર્ચ, 2024થી લાગુ થશે. નવા દર મુજબ રાજધાની દિલ્હીમાં કોમર્શિયલ સિલિન્ડર 1795 રૂપિયામાં મળશે, જ્યારે કોલકાતામાં આ સિલિન્ડર હવે 1911 રૂપિયા થઈ ગયો છે. મુંબઈમાં કોમર્શિયલ સિલિન્ડરનો ભાવ વધીને 1749 રૂપિયા થઈ ગયો છે, જ્યારે ચેન્નાઈમાં તે વધીને 1960.50 રૂપિયા થઈ ગયો છે.
ફેબ્રુઆરીમાં કેટલી હતી સિલિન્ડરની કિંમત ?
અગાઉના ફેરફારો હેઠળ દિલ્હીમાં 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત 1755.50 રૂપિયાથી વધારીને 1769.50 રૂપિયા કરવામાં આવી હતી. અન્ય મેટ્રોસિટીની વાત કરીએ તો કોલકાતામાં એક સિલિન્ડરની કિંમત 1869.00 રૂપિયાથી વધારીને 1887 રૂપિયા કરવામાં આવી છે. કોમર્શિયલ સિલિન્ડર જે પહેલા મુંબઈમાં 1708 રૂપિયામાં મળતું હતું તે હવે 1723 રૂપિયામાં ઉપલબ્ધ છે. જ્યારે ચેન્નાઈમાં તેની કિંમત 1924.50 રૂપિયાથી વધીને 1937 રૂપિયા થઈ ગઈ હતી.
સિલિન્ડરના ભાવમાં ક્યારે રાહત મળી?
એક તરફ કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવ સતત બે મહિનાથી વધી રહ્યા છે, તો બીજી તરફ વર્ષ 2024ની શરૂઆતમાં એટલે કે પહેલી જાન્યુઆરીએ થોડી રાહત મળી હતી. 1 જાન્યુઆરી 2024ના રોજ કંપનીઓએ 19 કિલોગ્રામના સિલિન્ડરની કિંમતમાં થોડી રાહત આપી હતી. ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કર્યો હતો. જે બાદ દિલ્હીથી મુંબઈ સુધીનો પહેલો કોમર્શિયલ ગેસ સિલિન્ડર 1.50 રૂપિયાથી 4.50 રૂપિયા સસ્તો થયો છે. ગયા મહિને કરવામાં આવેલા ઘટાડા બાદ 19 કિલોના સિલિન્ડરની કિંમત દિલ્હીમાં 1755.50 રૂપિયા અને મુંબઈમાં 1708 રૂપિયા થઈ ગઈ છે.
The prices of 19 Kg commercial LPG gas cylinders hiked by Rs 25 with effect from today. The retail price of a 19 Kg commercial LPG cylinder in Delhi reaches Rs. 1795 per cylinder pic.twitter.com/5smYxwlxEP
— ANI (@ANI) March 1, 2024
ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવ સ્થિર
ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. જ્યારે કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે, ત્યારે ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવ સ્થિર છે. 14.2 kg LPG સિલિન્ડરની કિંમત દિલ્હીમાં 903 રૂપિયા, કોલકાતામાં 929 રૂપિયા, મુંબઈમાં 902.50 રૂપિયા અને ચેન્નાઈમાં 918.50 રૂપિયામાં ઉપલબ્ધ છે. ઘરેલું ગેસ સિલિન્ડરની કિંમતો લાંબા સમયથી સ્થિર છે.