WhatsApp Webમાં સિક્યોરિટીને ધ્યાને રાખી નવુ ફિચર સામેલ કરવા જઈ રહ્યુ છે. જે ચેટની પ્રાઈવેસી અને તેને લોક કરવામાં મદદ કરશે. વેબ વર્ઝન માટે આવી રહેલા આ ફિચરનું નામ Secret Code ફીચર છે. આ મોબાઈલ એપ માટે પહેલાથી જ ઉપલબ્ધ છે. આ અપકમિંગ ફિચરની જાણકારી WABetaInfoએ શેર કરી છે.
Chat Lock ના આ ફિચરને WhatsApp Web Beta માટે જારી કરવામાં આવ્યુ છે.
આ ફિચરની મદદથી યુઝર્સ કોઈપણ ચેટને આસાનીથી લોક કરી શકશે. અત્યાર સુધી આ ફિચર માત્ર સ્માર્ટ ફોન સુધી સિમિત હતુ. પરંતુ હવે તેનો વિસ્તાર થવા જઈ રહ્યો છે.
WhatsApp Web માં હાલ Secret Code ફિચરની ટેસ્ટિંગ કરવામાં આવી રહી છે. તમામ ટેસ્ટિંગ કમ્પિલટ થયા બાદ જલ્દી તેને આમ યુઝર્સ માટે ડારી કરી દેવામાં આવશે. આ ફિચર્સ એ લોકોને ઘણુ ઉપયોગી થશે જેઓ સતત WhatsApp ને ઓફિસના ડેસ્કટોપ પર યુઝ કરે છે અને વારંવાર લોગઆઉટ કરવાનુ ભૂલી જાય છે.
WhatsApp Web લોક ચેટ્સને એક્સેસ કરવા માટે Secret Codeને એન્ટર કરવો પડશે. વોટ્સએપ માટે આ ફિચર્સને લાવવાને આશય યુઝર્સની સેન્સીટિવ ઈન્ફોર્મેશનને બીજાથી પ્રોટેક્ટ કરવાનો છે. જેના માટે સિક્યોરિટીનું એક એક્સ્ટ્રા લેયર પિન તરીકે લગાવવામાં આવ્યુ છે.