Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026 Ahmedabad 31°C

લોકભારતી વિશ્વવિદ્યાલય સણોસરાનો ગ્રામીણ નવીનતા માટેનો હેતુ સિદ્ધ કરી રહ્યા છે વિદ્યાર્થીઓ

લોકભારતી વિશ્વવિદ્યાલય સણોસરાનો ગ્રામીણ નવીનતા માટેનો હેતુ સિદ્ધ કરી રહ્યા છે વિદ્યાર્થીઓ

શિક્ષણ, સંશોધન અને વિસ્તરણ સાથે કાર્યરત સણોસરા સ્થિત લોકભારતી ગ્રામવિદ્યાપીઠમાં વિશ્વવિદ્યાલય પ્રારંભ થતાં અહીંના વિદ્યાર્થીઓ ગ્રામીણ નવીનતા માટેનો હેતુ સિદ્ધ કરી રહ્યા છે.

લોકભારતી સંસ્થાનાં વડા અરુણભાઈ દવે, હસમુખભાઈ દેવમૂરારી અને રાજેન્દ્રભાઈ ખિમાણીનાં આયોજન નેતૃત્વ સાથે અહીંયા શિક્ષણ માત્ર અભ્યાસક્રમ નહિ પણ તેની સાથે જીવનની કેળવણી બને તે કેન્દ્ર સ્થાને છે. શિક્ષણ, સંશોધન અને વિસ્તરણ સાથે કાર્યરત સણોસરા સ્થિત લોકભારતી ગ્રામવિદ્યાપીઠમાં વિશ્વવિદ્યાલય પ્રારંભ થતાં અહીંના વિદ્યાર્થીઓ ગ્રામીણ નવીનતા માટેનો હેતુ સિદ્ધ કરી રહ્યા છે, જેમાં વિશાલભાઈ ભાદાણીનાં માર્ગદર્શન અંતર્ગત અભ્યાસ સાથે સંશોધન કરી વિદ્યાર્થીઓએ સાદા અને સસ્તાં ઉપકરણો નિર્માણ કર્યા છે.

આ ઉપકરણો નમૂનાઓ સંશોધન અને નિર્માણ કાર્યમાં સંયોજક દર્શિતભાઈ સાંકડેચા અને સહસંયોજક ઘનશ્યામભાઈ હિરાણી રહ્યા છે.

આ વિદ્યાર્થીઓ દ્વારા ઉનાળા માટે દેશી વાતાનુકૂલિત યંત્ર, કૃષિ માટે વજન ઊંચકવું ન પડે તેવો દવા છાંટવાનો ફુવારો, વિદ્યુત ઉપયોગ વગર પાણીનું શુદ્ધિકરણ એકમ, ખરી પડેલાં પાંદડાઓ હવા ખેંચવાની પ્રક્રિયાથી એકત્ર કરવાનું યંત્ર, ઘાસ તેમજ ઘાસ વર્ગનાં પાક કાપવા માટેનું ઓજાર, પ્રાથમિક શાળાનાં વિદ્યાર્થીઓ માટે અંગ્રેજી ભાષા સરળતાથી શીખી શકે તે માટેના ચિત્રપટ સામગ્રી, બળેલાં તેલનો રસોઈ પકાવવા માટે ચૂલો, રસોઈ સાથે પદાર્થોને શેકવા કે ગરમ કરવાનાં ઉપયોગ માટેનું સાધન, સૂર્યઉર્જા વડે ખાદ્યપદાર્થો સુકવવાનું સાધન, ખેતીવાડી માટે ખેડૂતોને ઉપયોગી અને શાકભાજી તાજાં રહે તે માટેનું ઈંટ અને માટી દ્વારા નિર્મિત એકમ, પર્યાવરણને હાનિકારક કચકડાનાં ટુકડાનાં રસમાંથી ઈંટોની બનાવટ તેમજ ચીકુ, કેરી જેવાં ફળોને તેનાં ઝાડ પરથી તોડી ઉતારવાનું ઓજાર નિર્માણ કરવામાં આવેલ છે.

ગ્રામીણ નવીનતા માટેનો હેતુ સિદ્ધ કરવા માટે આ પ્રક્રિયામાં લોકભારતી વિશ્વવિદ્યાલયનાં વડા રાજેન્દ્રભાઈ ખિમાણી સાથે વિશાલભાઈ ભાદાણીનાં સંકલનમાં ભૌતિકભાઈ લીંબાણી, પરેશભાઈ ઝિંઝાડા, રામદેવજીસિંહ ગોહિલ, મહાવીરભાઈ પરમાર તથા ઘનશ્યામભાઈ હિરાણી આ એક એક ઉપકરણ નિર્માણ માટેની ટુકડીઓમાં સાથે રહ્યાં અને વિદ્યાર્થીઓએ કુશળતા પૂર્વક સફળતા મેળવી છે.

 

 

 

 

રિપોર્ટર-મૂકેશ પંડિત(ભાવનગર )

Filed under Bhavnagar Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.