આ મહિનાની 22મી માર્ચથી ઈન્ડિયન પ્રિમીયર લીગ (IPL-2024)ની શરૂઆત થવાની છે. તેમાં પ્રથમ મેચની શરૂઆત ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) અને રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)થી થશે. દિગ્ગજ વિકેટકીપર એમ.એસ.ધોનીને ફરી મેદાનમાં જોવા તમામ ચાહકો ઉત્સુક છે. જોકે ધોનીએ આજે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી તમામ લોકોને અસમંજસમાં મુકી દીધા છે. ધોનીએ કહ્યું કે, તેઓ નવા રોલની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
#Thala joining Politics???#MSDhoni𓃵 pic.twitter.com/cyrLt5Qz0i
— MK ZAIDI INDIA (@kashifzaidi49) March 4, 2024
42 વર્ષિક ધોનીએ આજે ચાર માર્ચે ફેસબુક પર લખ્યું કે, ‘હું નવી સિઝન અને નવા રોલની આતુરતાથી રાહ જોઈ રહ્યો છું. સ્ટે ટ્યૂન્ડ!’ હાલ ધોનીની પોસ્ટ ખૂબ વાયરલ થઈ રહી છે. તેમની પોસ્ટ પર પ્રતિક્રિયા અને ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. કેટલાક લોકો કહી રહ્યા છે કે, ધોની કદાચ એક ખેલાડી તરીકે મેદાનમાં નહીં આવે પરંતુ માસ્ટર પ્લાનર બનશે. તો કેટલાકે સંભાવના વ્યક્ત કરી છે કે, ધોની ટૉપ ઓર્ડરમાં બેટિંગ માટે મેદાનમાં ઉતરશે. ઉલ્લેખનીય છે કે, સીએસકેના ઓપનિંગ બેટ્સમેન ડેવોન કૉનવે ઈજાગ્રસ્ત હોવાના કારણે આઈપીએલમાં શરૂઆતની કેટલીક મેચોમાં જોવા નહીં મળે.
#Thala joining Politics???#MSDhoni𓃵 pic.twitter.com/cyrLt5Qz0i
— MK ZAIDI INDIA (@kashifzaidi49) March 4, 2024
શું ધોની રાજકારણમાં એન્ટ્રી કરશે ?
ધોનીની પોસ્ટને લઈ કેટલાક લોકો તેને રાજકારણ સાથે જોડી રહ્યા છે, તો કેટલાક જાહેરાત સાથે… આ સાથે કેટલાક ચાહકો ધોનીને નવા રોલ માટે શુભેચ્છા પણ પાઠવી રહ્યા છે. દરમિયાન ધોનીએ 2020માં જ ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી, ત્યારબાદ તેઓ માત્ર આઈપીએલમાં જોવા મળી રહ્યા છે.