બ્રિટનની ઋષિ સુનક સરકારે ભારતવિરોધી ખાલિસ્તાન સમર્થકો સામે મોટી કાર્યવાહી કરી છે. ખાલિસ્તાની ફન્ડિંગ નેટવર્કની કમર તોડવા માટે રચાયેલા વિશેષ ટાસ્ક ફોર્સે ખાલિસ્તાન સમર્થકોનાં 300થી વધુ બેન્ક ખાતાં ફ્રીઝ કર્યાં છે અને લગભગ 100 કરોડ રૂપિયાની રકમ જપ્ત કરી છે. …
વૉચ-લિસ્ટમાં પાંચ હજારથી વધુ બેન્ક ખાતાં
સૂત્રોના જણાવ્યા અનુસાર ગયા વર્ષે રચાયેલી બ્રિટિશ ટાસ્ક ફોર્સના વૉચ- લિસ્ટમાં પાંચ હજારથી વધુ બેન્ક ખાતાં છે. ટાસ્ક ફોર્સે આ ખાતાંઓને બે પ્રકારમાં વિભાજિત કર્યાં છે. પ્રથમ – તે ખાતાંઓ જે સીધાં જાહેર કરાયેલા ખાલિસ્તાની નેતાઓના છે અને બીજું – તે ખાતાંઓ જે ખાલિસ્તાન સમર્થકોનાં છે. ખાતાંમાંથી 50 હજારથી વધુનું ટ્રાન્ઝેક્શનની નોંધ કરાઈ છે.
એફબીઆઇની મદદ લેવામાં આવી, હવાલા પર નજર
ટાસ્ક ફોર્સે અમેરિકામાં ખાલિસ્તાન સમર્થકોના નેટવર્કનો પર્દાફાશ કરવા માટે તપાસ એજન્સી એફબીઆઈનો પણ સંપર્ક કર્યો છે. ટાસ્ક ફોર્સના એક અધિકારીએ જણાવ્યું હતું કે ભારતમાં પ્રતિબંધિત સંગઠનોનું ફન્ડિંગ રોકવા માટે એક ટીમ આવતા મહિને અમેરિકા જશે.