તારીખ ૧૧/૦૩/૨૦૨૪ નામદાર કાયદા વિભાગ ગાંધીનગરના હુકમ મુજબ નડિયાદ સેસન્સ કોર્ટ ખાતે ઈન્ચાર્જ જિલ્લા સરકારી વકિલ તરીકેનો ચાર્જ ધવલભાઈ આર. બારોટ નાઓએ સભાળ્યો.ઈન્ચાર્જ જિલ્લા સરકારી વકિલ ઉમેશ એ. ઢગટનાઓએ ધવલભાઈ આર. બારોટ નડિયાદનાઓએ શુભેચ્છાઓ પાઠવી કાયદા વિભાગના પત્ર મુજબ ચાર્જની સોપણી કરી અભિનંદન પાઠવ્યા.
જિલ્લા સરકારી વકિલની કચેરીમાં ધવલભાઈ આર.બારોટનાઓએ ઈન્ચાર્જ જિલ્લા સરકારી વકિલ તરીકે ચાર્જ સભાળતા અગ્રણી વિકિલઓ કીરીટભાઈ બારોટ, મેમ્બર બાર કાઉન્સીલ ઓફ ગુજરાત, અનીલ ગૌતમ, પ્રમુખ નડિયાદ બાર એસોસીએશન તેમજ સીનીયર અને જુનીયર વકિલશ્રીઓ ધ્વારા તેમનુ અભિવાદન કરવામાં આવેલ. ધવલભાઈ આર.બારોટએ ચાર્જ સંભાળ્યા ટીમ જિલ્લા સરકારી વકિલઓ ધ્વારા વધુ મજબુતાય રીતે ફરીયાદ પક્ષને ન્યાય અપાવવા કટીબધતા દર્શાવવી અને અભિવાદન કરનારને ધન્યવાદ પાઠવ્યા હતા.