Skip to content
મંગળવાર, ઓક્ટોબર 20, 2026

મહાશિવરાત્રીના પર્વ નિમિતે ડોલવણ તાલુકાના ગડત ગામે રેફરલ હોસ્પિટલ માં બ્લડ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યુ

મહાશિવરાત્રીના પર્વ નિમિતે ડોલવણ તાલુકાના ગડત ગામે રેફરલ હોસ્પિટલ માં બ્લડ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યુ

તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના ગડત ગામે આવેલ રેફરલ હોસ્પિટલમાં મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ રક્તદાન કેમ્પમાં 171 વ્યારા વિધાનસભાના ધારાસભ્ય મોહનભાઈ કોંકણીની વિશેષ ઉપસ્થિતી હતી, એમની સાથે ડોલવણ તાલુકા સંગઠન પ્રમુખ હરિકાકા, ડોલવણ તાલુકા પ્રભારી ધવલભાઈ ચૌધરી, તાલુકા સંગઠન મહામંત્રી ધર્મેન્દ્ર પરમાર ઊપસ્થિત રહ્યા હતા આ રક્તદાન કેમ્પ દરમિયાન ડોલવણ તાલુકા યુવા મોર્ચાના પ્રમુખ નીરવ ગામીતને એમના જન્મ દિવસની ધારાસભ્ય તથા સૌ ઉપસ્થિત કાર્યકર્તાઓએ શુભેચ્છા આપી હતી.

આ રક્તદાન કેમ્પમાં વ્યારા સ્થિત શ્રીમતી લક્ષ્મીબેન ખુશાલભાઈ પટેલ રક્તદાન કેન્દ્ર ના સ્ટાફ હાજર રહ્યા હતા અને આ રક્તદાન કેમ્પને સુપારે પાર પાડવામાં આવ્યું હતું. રક્તદાન કેમ્પમાં 50 થી વધારે યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું.

 

 

 

રિપોર્ટર :- વિકાસ શાહ( તાપી )

Filed under Gir Somnath Tapi

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.