બંગાળના સંદેશખાલીના પીડિતોએ આજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી. આ લોકોમાં 5 પીડિત મહિલાઓ પણ સામેલ હતી. આ લોકોએ તેઓ TMCના પૂર્વ નેતા શાહજહાં શેખથી પીડિત હોવાની માહિતી આપી અને જણાવ્યું કે, કેવી રીતે રાજ્ય સરકાર અને બંગાળ પોલીસે આરોપી વિરુદ્ધ કાર્યવાહી કરવામાં વિલંબ કર્યો. મહિલાઓ સહિત પીડિતોએ માગ કરી કે, તમે દલિતો અને આદિવાસીઓના હિતોની રક્ષા માટે હસ્તક્ષેપ કરો. સેન્ટર ઓફ એસસી-એસટી સપોર્ટ એન્ડ રિસર્ચના ડાયરેક્ટર ડો. પાર્થ બિસ્વાસે કહ્યું કે પીડિતોએ રાષ્ટ્રપતિને મેમોરેન્ડમ સોંપ્યુ છે.
પીડિતોએ રાષ્ટ્રપતિને સંદેશખાલી મામલે તાત્કાલિક હસ્તક્ષેપની અપીલ કરી
તેમણે કહ્યું કે, રાષ્ટ્રપતિએ સંપૂર્ણ સંવેદનશીલતા સાથે પીડિતોની વાત સાંભળી. સંદેશખાલીના કુલ 11 પીડિતોમાંથી 6 પુરુષો અને 5 મહિલાઓએ રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી તેમને પોતાની ચિંતા જણાવી છે. પીડિતોએ રાષ્ટ્રપતિને કહ્યું કે, બંગાળમાં આદિવાસીઓ અને દલિતો સાથે અત્યાચાર થઈ રહ્યો છે. આ વર્ગોની રક્ષા માટે તમે હસ્તક્ષેપ કરો. મેમોરેન્ડમ દ્વારા પીડિતોએ અપીલ કરી કે, અમે સંદેશખાલી મામલે તમને તાત્કાલિક હસ્તક્ષેપની અપીલ કરીએ છીએ જ્યાં નબળા વર્ગના લોકો સાથે અત્યાચાર કરવામાં આવ્યો છે. તમામ પીડિત લોકો દલિત અને આદિવાસી વર્ગ સાથે સબંધ રાખે છે અને તેમની સાથે ખોટું થયું છે. તેમાં તમારો હસ્તક્ષેપ જરૂરી છે જેથી અમારી રક્ષા થઈ શકે.
Sandeshkhali violence victims meet President Murmu; seek her intervention
Read @ANI Story | https://t.co/rZTA9eE1Yp#SandeshkhaliVoilence #President #DroupadiMurmu pic.twitter.com/3VYXdaXnqn
— ANI Digital (@ani_digital) March 15, 2024
પીડિતોએ કહ્યું કે અમે બધા પરિવારોને જે પીડાનો સામનો કરવો પડી રહ્યો છે તે વર્ણવી શકાય તેમ નથી. અમારા માટે વિસ્તારમાં રહેવું મુશ્કેલ બન્યું છે. પીડિતોએ તેમના મેમોરેન્ડમમાં કહ્યું કે, ‘તમે દેશમાં ન્યાય અને સમાનતાના રક્ષક છો. અમે માનીએ છીએ કે તમારા માર્ગદર્શનથી આ મામલે અમારી સાથે ન્યાય થઈ શકશે. તમે દેશના પીડિત અને નબળા વર્ગો માટે ન્યાયની આશા સમાન છો. આ લોકોએ આરોપ લગાવ્યો કે અમારા સમુદાયને બંગાળમાં ઊંડી પીડાનો સામનો કરવો પડી રહ્યો છે. તમારા પર આશા છે કે, તમે બંગાળ સરકારને ન્યાય માટે કહેશો.