ઉત્તરાખંડમાં પુરોલા બાદ હવેપિથોરાગઢ જિલ્લાના ધારચૂલામાંબહારના વેપારીઓની સામે ઉગ્રઆંદોલનની શરૂઆત થઇ ગઇ છે.ધારચૂલા વેપારી મંડળે પોતાના 91વેપારીઓને વેપારી મંડળથી બહારકરીને દુકાનો ખાલી કરવા માટેઅલ્ટિમેટમ આપી દીધું છે. આમાંમોટા ભાગના વેપારી મુસ્લિમ છે.જ્યારે 12 હિન્દુ છે. આ લોકો બીજારાજ્ય અથવા તો ઉત્તરાખંડના જબીજા વિસ્તારોમાંથી આવીને વેપારકરી રહ્યા છે. અલ્ટિમેટમ મળ્યા બાદએક વેપારીએ ધારચૂલામાં પોતાનોકારોબાર સમેટી લીધો છે.શનિવારના દિવસે વિસ્તારનીઓળખી કાઢવામાં આવેલી તમામ91 દુકાનો બંધ રહી હતી. સ્થાનિકવેપારીઓની નારાજગી જોઇનેભંગારના કામ સાથે જોડાયેલા લોકોઅને આમાં મજૂરી કરી રહેલામુસ્લિમ સમુદાયના 50થી લોકોભયભીત થઇને ધારચૂલા છોડીનેજતા રહ્યા છે. હકીકતમાં પહેલીફેબ્રુઆરીના દિવસે ધારચૂલાથી બેસગીરા લાપતા થઇ ગઇ હતી.
સોશિયલ મીડિયા પર માહોલ ખરાબ કરનાર લોકો સામે કેસ
ઉત્તરાખંડ પોલીસે કહ્યું છે કે કેટલાકલોકોએ રેલી યોજીને એક સમુદાયનીસામે માહોલ સર્જવા માટેના પ્રયાસ કર્યાહતા. તેમની દુકાનને બંધ કરવાનાપ્રયાસ કર્યા હતા. હાલમાં સ્થિતિસામાન્ય છે. જિલ્લા વહીવટીતંત્રસ્થિતિને કાબૂમાં રાખવા માટે સોશિયલમીડિયા પર નજર રાખવા માટેનીસૂચના આપી છે.
વર્ષ 2000 બાદ આવેલા લોકોને વેપારી સંઘ રોકશે
પીડબલ્યુડી ગેસ્ટહાઉસ ધારચૂલામાં વેપારીસંઘના અધ્યક્ષ ભુપેન્દ્ર થાપાના નેતૃત્વમાં કોરકમિટીની બેઠક યોજાઇ હતી. જેમાં જે 91વેપારીઓની નોંધણી રદ કરવામાં આવી હતીતેમના દસ્તાવેજોની તપાસ કરવામાં આવીહતી. શનિવારના દિવસે આ જ ભયના કારણેવેપારીઓએ તેમની દુકાનો ખોલી ન હતી.વેપારી સંઘના મહાસચિવ મહેશ ગર્બ્યાલે કહ્યુંછે કે અમે બહારના વેપારીઓને અહીંરહેવાની તક આપીશું નહીં. વેપારી મંડળેનક્કી કર્યું છે કે વર્ષ 2000 બાદથી અહીંઆવીને વેપાર કરનાર લોકોને વેપારીમંડળમાંથી બહાર કરાશે. વર્તમાન સમયમાંવેપારી મંડળમાં 600 વેપારીઓ હતા.
ગયા વર્ષે પુરોલામાં યુવતીઓનાં અપહરણથી મામલો ઉગ્ર બન્યો
ઉત્તરકાશી જિલ્લાના પુરોલામાં 26 મેના દિવસેબે યુવાનોએ એક સ્થાનિક હિન્દુ દુકાનદારનીસગીર દીકરીનું અપહરણ કરવાનો પ્રયાસ કર્યોહતો. સ્થાનિક યુવાનોએ સગીરાને બચાવીલીધી હતી. ત્યારબાદ પુરોલા સહિતઆસપાસના વિસ્તારોમાં રહેતા લોકોમાંઆક્રોશનું મોજું ફરી વળ્યું હતું. દુકાનો પરપોસ્ટર લગાવી દેવામાં આવ્યાં હતાં. લવજેહાદીઓને સૂચના આપવામાં આવી હતી.15મી જૂન 2023ના દિવસે યોજાનારમહાપંચાયતથી પહેલાં પોતાની દુકાનો ખાલીકરવા કહ્યું છે. અત્રે નોંધનીય છે કે ધારચૂલાધાર્મિક રીતે મહત્ત્વપૂર્ણ છે. અહીંથી કૈલાશ માત્ર80 કિલોમીટરના અંતરે છે.