દારુ કૌભાંડમાં ઈડીની કસ્ટડીમાં રહેલા કેજરીવાલને રાહત મળી નથી. કોર્ટે કેજરીવાલને 1 એપ્રિલ સુધી ફરી વાર ઈડીની કસ્ટડીમાં સોંપ્યાં છે. રિમાન્ડ પૂરા થતાં ઈડીએ આજે તેમને દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં રજૂ કર્યા હતા જ્યાં તેમના સાત દિવસના રિમાન્ડ માગવામાં આવ્યાં હતા પરંતુ કોર્ટે ચાર દિવસની કસ્ટડી મંજૂર રાખી હતી. હવે 1 એપ્રિલે વધુ સુનાવણી થશે.
"It's being alleged that there it was a Rs 100 cr scam…Justice Sanjiv Khanna said that the money trail is not yet traced…The motive of ED is to crush the Aam Aadmi Party," submits Delhi CM Arvind Kejriwal before Rouse Avenue Court during his ED remand hearing.
(file photo) pic.twitter.com/H93XwHpLII
— ANI (@ANI) March 28, 2024
મારી ધરપકડ કેમ થઈ? કેજરીવાલે જજ સામે ખુદ કરી દલીલો
કેજરીવાલે વકીલ દ્વારા નહીં પરંતુ પોતે જજની સામે પોતાનો કેસ રજૂ કર્યો હતો. તેમણે જજને કહ્યું કે ઈડીના બે જ ઉદ્દેશ્ય છે. એક, આપ (આમ આદમી પાર્ટી)ને સમાપ્ત કરવા માટે. બીજું ગેરવસૂલીનું રેકેટ ચલાવવાનો, જેના દ્વારા તેઓ પૈસા ભેગા કરી રહ્યા છે. શરથ રેડ્ડીએ ભાજપને 55 કરોડ રૂપિયા આપ્યા હતા. મારી પાસે પુરાવો છે કે આ રેકેટ ચાલી રહ્યું છે. કેજરીવાલે કહ્યું કે ચાર જગ્યાએ મારું નામ આવ્યું છે, માત્ર એક છે સી અરવિંદ તેમણે મારી હાજરીમાં સિસોદિયાને કેટલાક દસ્તાવેજો આપ્યા હતા. ધારાસભ્યો દરરોજ મારા ઘરે આવે છે. શું આ નિવેદન ચૂંટાયેલા મુખ્ય પ્રધાનની ધરપકડ કરવા માટે પૂરતું છે?. કેજરીવાલે ઇડીના અધિકારીઓને તેમના સારા વર્તન બદલ આભાર માન્યો. તેમણે કહ્યું કે આ કેસ બે વર્ષથી ચાલી રહ્યો છે. કેજરીવાલે કહ્યું- કોઈ પણ કોર્ટે મને દોષી નથી માન્યો. ચાર લોકોએ મારી વિરુદ્ધ નિવેદનો આપ્યા હતા અને તેના આધારે મારી ધરપકડ કરવામાં આવી હતી.
Excise Case: Delhi Court extends ED remand of Arvind Kejriwal till April 1
ED while seeking remand stated that Data in one mobile phone (belonging to the arrestee's wife) has been extracted and is being analyzed. However, data from the other 4 digital devices seized during… pic.twitter.com/OB565de53Y
— ANI (@ANI) March 28, 2024
28 માર્ચે કેજરીવાલે દારુ કૌભાંડમાં ખુલાસો કરશે-સુનિતા કેજરીવાલ
અરવિંદ કેજરીવાલની પત્ની સુનિતા કેજરીવાલે બુધવારે દાવો કર્યો હતો કે દિલ્હીના મુખ્યમંત્રી 28 માર્ચે કોર્ટમાં “મોટો ખુલાસો” કરશે. સુનીતા કેજરીવાલે ડિજિટલ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, તેમના પતિ 28 માર્ચે કોર્ટમાં કથિત દારૂ કૌભાંડ વિશે સત્ય જણાવશે અને પુરાવા પણ રજૂ કરશે.
Sunita kejriwal – @ArvindKejriwal is not doing well , he is battling low sugar. He is being harassed.
This is scary to see how a sitting CM is jailed & harassed without any evidence.#ModiExposedOnKejriwalArrest #KejriwalToExposeMoneyTrail #ArvindKejriwal#SunitaKejriwal pic.twitter.com/gnGYdrfyk3
— Ajinkya Vyawahare 🇮🇳 (@vajinkya16) March 28, 2024
21 માર્ચે થઈ હતી ધરપકડ
કેજરીવાલની 21 માર્ચે ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે ઇડીએ દારૂના કૌભાંડના આરોપોના સંદર્ભમાં તેમના નિવાસસ્થાને દરોડા પાડ્યા હતા. દિલ્હીના મુખ્યમંત્રીએ સતત 9 સમન્સની અવગણના કર્યા બાદ ઈડીએ ધરપકડ કરી હતી. બીજા દિવસે કેજરીવાલને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે તેને 28 માર્ચ સુધી ઇડીની કસ્ટડીમાં મોકલી અપાયાં હતા અને આજે રિમાન્ડ પૂરા થતાં આજે ફરી કોર્ટમાં રજૂ કરાયા હતા.
100 કરોડનું કૌભાંડ થયું તો પૈસા ક્યાં ગયા? કેજરીવાલ
કેજરીવાલે કોર્ટને એવું પણ કહ્યું કે જો 100 કરોડનું કૌભાંડ થયું હોય તો તેના પૈસા ક્યાં ગયા.