સણોસરા કન્યા શાળામાં અગ્રણીઓની ઉપસ્થિતિમાં ધોરણ ૮ વિદ્યાર્થીનીઓને વિદાય સાથે નિવૃત્ત શિક્ષકને વિદાય સન્માન કાર્યક્રમ યોજાઈ ગયો.
ધોરણ ૮ પછી આગળનાં અભ્યાસ માટે અહીંની વિદ્યાર્થીનીઓને શુભકામના સાથે અપાયેલ વિદાય અને નિવૃત્ત થતાં મદદનીશ શિક્ષક લક્ષ્મણભાઈ ડાભીને આચાર્ય મનીષભાઈ ખડદિયા, સરપંચ હિરાભાઈ સાંબડ, નરેન્દ્રભાઈ ભટ્ટ, ભરતભાઈ ડાભી, વજુભાઈ મકવાણા, ભરતભાઈ ત્રિવેદી, પ્રવીણભાઈ ચૌહાણ સહિત આગેવાનો, શિક્ષણ વિભાગનાં કર્મચારીઓ અને શાળા પરિવાર દ્વારા વિદાય સન્માન આપવામાં આવેલ. સન્માનિત શિક્ષક લક્ષ્મણભાઈ ડાભી તરફથી શાળાને જરૂરી વાસણ, પંખા સહિત શૈક્ષણિક ઉપકરણ મળી રૂપિયા ૫૫,૦૦૦ની ભેટ અર્પણ કરી.
સણોસરા કન્યા શાળામાં વિદ્યાર્થીનીઓને નાના ઝિંઝાવદરનાં સ્વર્ગસ્થ જયેશભાઈ મોરડિયાના સ્મરણાર્થે રમેશભાઈ પટેલનાં સંકલનથી મૂકેશકુમાર પંડિત દ્વારા ચકલી માળા ભેટ મળેલ.
શાળામાં યોજાયેલ આ ચતુર્વિધ કાર્યક્રમમાં રામદેવપીર યુવક મંડળ દ્વારા પાણી માટે ડાર કરાવી અપાતાં સભ્યોને ઉત્કર્ષ કેળવણી સંસ્થાનાં રાઘવજી ડાભી દ્વારા ભગવત ગીતા ભેટ આપવામાં આવેલ.
વિદાય સન્માનનાં કાર્યક્રમમાં મૂકેશભાઈ કળોતરા, રાજુભાઈ રાઠોડ, મહેશદાન ગઢવી, નીતિનભાઈ પટેલ, ખોડાભાઈ વાંકડી, બટુકભાઈ ડાભી, આશાબેન મહેતા, છગનભાઈ ચૌહાણ, નાગજીભાઈ ડાભી, રવીન્દ્રભાઈ મકવાણા વગેરેએ શુભકામના પાઠવી. અહીંયા કુમારિકાઓ દ્વારા સુંદર પ્રસ્તુતિ પણ થઈ.