‘ગુજરાત કોમન એડમિશન સર્વિસ’ પોર્ટલમાં વિસંગતતાઓ અને અસમંજસ ના કારણે વિધાર્થીઓ મુંજવણમા.
અખિલ ભારતીય વિધાર્થી પરિષદ વર્ષોથી ઓનલાઇન અને સેન્ટ્રલાઇઝ એડમિશન પ્રક્રિયા માટેની માંગ કરતી આવી છે. આ પ્રયાસો થકી આગામી શૈક્ષણિક વર્ષ માટે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા કોમન એડમિશન પ્રક્રિયા લાગુ કરવા માટેનો ઉત્તમ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, જે અભિનંદન ને પાત્ર છે. પરંતુ આ પ્રયાસમાં ઘણી બધી ખામીઓ અને વિસંગતતાઓ સામે આવી રહી છે. ગુજરાત સરકાર દ્વારા GCAS પોર્ટલના લોન્ચિંગ મા ખૂબ જ ઉતાવળ કરેલ હોય તથા શૈક્ષણિક જગતના તમામ ભાગીદારો જોડે ચર્ચા કરેલ ના હોય, તેવુ પ્રતિત થાય છે. તા. 01/04/2024 થી GCAS પોર્ટલમા 10 અને 12માં ઉત્તીર્ણ થયેલ વિદ્યાર્થીઓ ગુજરાત પબ્લિક યુનિવર્સિટી એક્ટ હેઠળ આવતી વિશ્વવિદ્યાલયમા પ્રવેશ પ્રક્રિયામાં ભાગ લેવા હેતુ રજીસ્ટ્રેશન કરશે.
ગુજરાત કોમન એડમિશન સર્વિસિસના પોર્ટલ પર વિદ્યાર્થીના એડમિશન પ્રક્રિયાને લઈને ઘણી અસમંજસ અને પ્રશ્નો ઉદ્દભવ્યા છે, જિલ્લા સ્તર પર આ પ્રક્રિયાની માહિતી આપવા માટે હેલ્પ સેન્ટરોનુ કોઈ આયોજન થયેલ હોઈ તેવું જણાય રહ્યું નથી, અથવાતો થયેલ હોઈતો આવા હેલ્પસેન્ટરોનો પૂરતો પ્રચાર પ્રસાર થયેલ નથી.
GCAS પોર્ટલ થી પ્રથમ વખત પ્રવેશ પ્રક્રિયા થવા જઈ રહી હોઈ ત્યારે સમગ્ર પ્રક્રિયામાં કેટલા રાઉન્ડ થશે તેનો કોઈ ઉલ્લેખ નથી. 15 દિવસ ના આપેલ સમયમાં ગુજરાતના દરેક વિદ્યાર્થી સમય સુચકતા વાપરી રજીસ્ટ્રેશન કરશે તે ખુબજ ઓછા અંશે શક્ય લાગે છે. તેથી પ્રક્રિયામાં એક થી વધુ રાઉન્ડ બહાર પડે તે ખુબ આવશ્યક છે. આ તમામ વિશ્વવિદ્યાલયોના ભવનો અને કોલેજોની સીટ મેટ્રિક્સ પણ પોર્ટલ પર તેઓના નામની સાથે દર્શાવવામાં આવે તે જરૂરી જણાય છે.
ગુજરાતના શિક્ષણ જગત માટે GCAS એ ખુબ મોટું પગલું કહી શકાય ત્યારે આવનારી સમસ્યાના સમાધાનરૂપી કાર્યો પણ એક જાગૃત વિદ્યાર્થી સંગઠન તરીકે અભાવિપ કરનાર છે. ગુજરાતના વિદ્યાર્થીઓને પ્રક્રિયામાં સરળતા રહે તે હેતુ અભાવિપ દરેક જિલ્લા કેન્દ્રો પર હેલ્પસેન્ટર શરુ કરવા જય રહ્યું છે. સોશ્યિલ મીડિયા પર GCAS Help નામનું પેજ ચલાવી આ પ્રક્રિયા વિદ્યાર્થીઓને સમજવાનું અભિયાન થકી વિદ્યાર્થી અને પ્રસાશન વચ્ચે બ્રિજ રૂપી કાર્ય કરવા જનાર છે.
સમગ્ર પ્રક્રિયામાં તથા GCAS પોર્ટલ પર અનુસ્નાતક અભ્યાસક્રમોની પ્રવેશ પ્રક્રિયા પર હજુ સુધી કોઈ પણ ધારાધોરણો આપેલ નથી જે ખુબ મોટી ચિંતાનો વિષય છે. સાથે સાથે પ્રવેશ હેતુ પરીક્ષા લેનાર વિશ્વવિદ્યાલયો પણ તેમના પરિણામો એકસાથે જાહેર કરે, જેથી એક વિશ્વવિદ્યાલયના પરિણામથી પ્રક્રિયામાં રહેલ બીજી વિશ્વવિદ્યાલયો ની પ્રવેશ પ્રક્રિયા પર અસર થાય નહિ તે સુનિશ્ચિત કરવું જરૂરી છે.
અ.ભા.વિ.પ ગુજરાત પ્રદેશ મંત્રી, શ્રી સમર્થ ભટ્ટ જણાવે છે કે, “આવનાર સમયમાં GCAS પોર્ટલ દૂરગામી નિર્ણય તો સાબિત થનાર છે પરંતુ આ પ્રયાસમાં ક્યાંક ને ક્યાંક શિક્ષણ વિભાગ દ્વારા કેટલીક કચાશ રહી છે. પોર્ટલના સુવ્યવસ્થિત પ્રચાર-પ્રસારમાં શિક્ષણ વિભાગ નિષ્ફળ રહ્યો છે. જેના લીધે વિદ્યાર્થી જગતમાં ખૂબ મોટા પ્રમાણમાં પ્રશ્નો ઊભા થયા છે. આ પોર્ટલ પર માત્ર રેજીસ્ટ્રેશન હેતુ 300 રૂપિયા લેવામાં આવનાર છે ત્યારે કેટલીક સરકારી કોલેજોમા બહેનો ની ટયુશન ફી જ માત્ર ૫ /- ₹ હોય છે. આ પ્રવેશ પ્રક્રિયા વિદ્યાર્થીકેન્દ્રિત રહે તે ખુબ આવશ્યક છે. GCAS પોર્ટલ વિશેની માહિતી, ઉપયોગીતા અને તેની સરળતા નો લાભ વધારેમાં વધારે વિદ્યાર્થીઓને મળે તે માટેના પ્રયાસો થવા ખૂબ જ આવશ્યક છે.”