આગામી લોકસભા ચૂંટણી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચીનને લઈને મોટું નિવેદન આપ્યું છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ‘બંને દેશો વચ્ચે સંબંધ મહત્વપૂર્ણ છે પરંતુ પહેલા બોર્ડર વિવાદ ઉકેલવાની જરૂર છે.’ જાણીતા મેગેઝીન ન્યૂઝવીકને આપેલા ઈન્ટરવ્યૂમાં વડાપ્રધાન મોદીએ આ વાત કહી. આ સિવાય તેમણે જમ્મુ કાશ્મીર પર પણ ચર્ચા કરી. વડાપ્રધાન મોદીએ કલમ 370 હટાવ્યા બાદ જમ્મુ કાશ્મીરમાં લોકોના જીવનમાં શું બદલાવ આવ્યો છે તેને લઈને ખુલીને વાત કરી. ન્યૂઝવીકને આપેલા ઈન્ટરવ્યૂમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ખીણમાં બંધ, વિરોધ અને પથ્થરમારો અતીતની વાત છે.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ‘કાશ્મીરમાં થનારા રમત આયોજનોને લઈને યુવાનો ખુબ ઉત્સાહિત છે. 370 હટ્યા બાદ જમ્મુ કાશ્મીરના લોકોને નવી જિંદગી મળી છે. જમ્મુ કાશ્મીર હવે વિદેશી પ્રતિનિધિમંડળો માટે વધારે સારું બન્યું છે. કલમ 370 હટ્યા બાદ આ વિસ્તારમાં વૈશ્વિક કાર્યક્રમો માટે એક સ્વાગત યોગ્ય ડેસ્ટિનેશન બની ગયું છે. કાશ્મીર હવે ફોર્મ્યૂલા 4 રેસિંગ ઈવેન્ટ, મિસ વર્લ્ડ અને જી-20 બેઠકો જેવી મહત્વપૂર્ણ સભાઓની યજમાની કરી રહ્યું છે.’
વડાપ્રધાન મોદીએ ચીન અને ભારત વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને સામાન્ય બનાવવા માટે બોર્ડર પર લાંબા સમયથી ચાલી રહેલી સ્થિતિનો તાત્કાલિક ઉકેલ લાવવાની જરૂરિયાત પર ભાર આપ્યો. ઈન્ટરવ્યૂમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ‘ભારત અને ચીન વચ્ચે સ્થિર અને શાંતિપૂર્ણ સંબંધ આખા વિસ્તાર અને દુનિયા માટે મહત્વપૂર્ણ છે. મારું માનવું છે કે અમે પોતાની બોર્ડર પર લાંબા સમયથી ચાલી રહેલી સ્થિતિનો તાત્કાલિક ઉકેલ લાવવાની જરૂર છે જેથી આપણી દ્વિપક્ષીય વાતચીતમાં મતભેદોની પાછળ છોડી શકાય.’
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ‘ભારત અને ચીન વચ્ચે સ્થિર અને શાંતિપૂર્ણ સંબંધ ન માત્ર આપણા બંને દેશો માટે પરંતુ આખા વિસ્તાર અને દુનિયા માટે મહત્વપૂર્ણ છે. મને આશા અને વિશ્વાસ છે કે રાજનીતિક અને સૈન્ય સ્તરો પર સકારાત્મક અને રચનાત્મક દ્વિપક્ષીય જોડાણના માધ્યમથી આપણે પોતાની બોર્ડર પર શાંતિ અને સ્થિરતા લાવવા અને બનાવી રાખવામાં સક્ષમ થઈશું.’
ચીન સાથે કંપટીશનને લઈને વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ‘ભારતે અનેક આર્થિક સુધારા કર્યા છે. એક લોકતાંત્રિક રાજનીતિ અને વૈશ્વિક આર્થિક વિકાસ એન્જનના રૂપમાં ભારત તે લોકો માટે એક સ્વાભાવિક પસંદ છે જે પોતાની સપ્લાઈ ચેનમાં વિવિધતા લાવવા માંગે છે.’ તેમણે વસ્તુ અને સેવા કર (GST), કોર્પોરેટ કરમાં કપાત, નાદારી સંહિતા અને શ્રમ કાયદા સુધાર જેવા મહત્વના સુધારા તરફ ઈશારો કર્યો, જેનાથી ભારતમાં વેપાર કરવો સરળ બન્યો છે.
પાકિસ્તાન અંગે શું બોલ્યા વડાપ્રધાન મોદી
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ‘મેં પાકિસ્તાનના વડાપ્રધાનને પદભાર સંભાળવા બદલ શુભેચ્છા આપી છે. ભારતે હંમેશા પોતાના વિસ્તારમાં આતંક અને હિંસામુક્ત માહોલમાં શાંતિ, સુરક્ષા અને સમૃદ્ધિને આગળ વધારવાની વાત કરી છે.’ જોકે, વડાપ્રધાન મોદીએ ઈમરાન ખાનની ધરપકડ અંગે ટિપ્પણી કરવાનો ઈન્કાર કરી દીધો. તેમણે કહ્યું કે, ‘હું પાકિસ્તાનના આંતરિક મામલાઓ પર ટિપ્પણી નહીં કરું.’