વિદેશ મંત્રી એસ જયશંકરે આતંકવાદ પર મોટું નિવેદન આપ્યું છે. પૂણેમાં આયોજિત એક કાર્યક્રમમાં વિદેશ મંત્રી જયશંકરે યુવાઓ સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે, 2014 બાદથી વિદેશ નીતિમાં પરિવર્તન આવ્યુ છે અને આતંકવાદનો સામનો કરવાનો આ જ એક રસ્તો છે. તેમણે કહ્યું કે, પાકિસ્તાન ભારતનો પાડોસી દેશ છે તેના માટે માત્ર અમે જ જવાબદાર છે
પોતાના સંબોધનમાં વિદેશ મંત્રી જયશંકરે કહ્યું કે 1947માં પાકિસ્તાને કાશ્મીર પર આક્રમણ કર્યું હતુ અને ભારતીય સેનાએ બહાદુરીપૂર્વક તેમનો મુકાબલો કર્યો હતો અને રાજ્યનું એકીકરણ થયુ હતું. તેમણે કહ્યું કે, જ્યારે ભારતીય સેના પોતાની કાર્યવાહી કરી રહી હતી ત્યારે અમે અટકી ગયા અને સંયુક્ત રાષ્ટ્રમાં ચાલ્યા ગયા. આતંકવાદ મુદ્દે અગાઉ નીતિઓ સંપૂર્ણપણે અલગ હતી.
વિદેશ નીતિમાં પરિવર્તન આવ્યું છે: જયશંકર
યુવાનો સાથે વાતચીત કરતા જયશંકરે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે આતંકવાદને કોઈપણ પરિસ્થિતિમાં સ્વીકાર કરવામાં નહીં આવશે. દેશની વિદેશ નીતિમાં પરિવર્તન અંગેના સવાલના જવાબમાં જયશંકરે કહ્યું કે મારો જવાબ છે… હા, 50% નિરંતતા અને 50% પરિવર્તન છે. તેમણે કહ્યું કે મુંબઈ હુમલા પછી એક પણ વ્યક્તિ એવો નહીં હોય કે જેણે એવું ન અનુભવ્યું હોય કે આપણે જવાબ ન આપવો જોઈએ.
આતંકવાદનો ખાતમો કરવા માટે કોઈ નિયમ નથી: જયશંકર
આતંકવાદ પર બોલતા જયશંકરે કહ્યું કે, આતંકવાદીઓએ ક્યારેય એવું ન વિચારવું જોઈએ કે તેઓ સરહદ પાર છે તેથી તેમને કોઈ સ્પર્શી ન શકે. હું તમને જણાવી દઉં કે, આતંકવાદી કોઈ પણ નિયમને નથી માનતા તેથી મારું માનવું છે કે, તેમનો ખાતમો કરવાનો પણ કોઈ નિયમ નથી.
રાજદ્વારી તરીકે ભગવાન હનુમાનને કેવી રીતે જોઈ શકાય છે? આ સવાલ પર વિદેશ મંત્રીએ કહ્યું કે એક આદર્શ રાજદ્વારી પહેલા પોતાના સ્વામી અને દેશનો પક્ષ રજૂ કરે છે. આ દરમિયાન વાતાવરણ ક્યારેક અનુકૂળ હોય તો ક્યારેક નકારાત્મક પણ હોય જાય છે. દબાણ દરમિયાન અન્ય દેશોમાં પોતાનો પક્ષ કેવી રીતે રજૂ કરવો તે કૂટનીતિનો સર્વોપરી બિંદુ છે. રામાયણમાં ભગવાન બજરંગબલી લંકા ગયા હતા, જ્યાં તેમણે પડકારજનક સંજોગોમાં પણ ભગવાન રામનો પક્ષ મજબૂતીથી રાખ્યો હતો.