બ્રહ્માંડ રહસ્યોથી ભરેલું છે. વૈજ્ઞાનિકો આજ સુધી અનેક રહસ્યો ઉકેલી શક્યા નથી. અનંત અને અમર્યાદિત બ્રહ્માંડમાં લાખો રહસ્યો છુપાયેલાં છે. વૈજ્ઞાનિકો માટે અવકાશ હંમેશાં ઉત્સુકતાનું કેન્દ્ર રહ્યું છે. જેમ જેમ વિજ્ઞાનનો વ્યાપ વધતો ગયો તેમ તેમ બ્રહ્માંડનું રહસ્ય પણ વધતું ગયું. પરંતુ હવે આ દરમિયાન એક એવા સમાચાર સામે આવ્યા છે જેનાથી દુનિયાના વૈજ્ઞાનિકોને આશ્ચર્ય થયું છે.
Sounding a little more like yourself, #Voyager1.
For the first time since November, Voyager 1 is returning useable data about the health and status of its onboard engineering systems. Next step: Enable the spacecraft to begin returning science data again: https://t.co/eZyqo7uERu pic.twitter.com/6YZM33Mp48
— NASA JPL (@NASAJPL) April 22, 2024
વોયજર-1 એક્ટિવ થયું, પૃથ્વી પર મોકલ્યાં ડેટા
નાસાના વૈજ્ઞાનિકો માટે સારા સમાચાર છે કે વોયજર-1 સ્પેસક્રાફ્ટ એક્ટિવ થયુ છે અને તેણે પૃથ્વી પર ડેટા મોકલવાના શરુ કરી દીધાં છે. વોયજર-1 હાલમાં પૃથ્વીથી 2400 કરોડ કિલોમીટર દૂર છે. 2012ની સાલમાં વોયજર આપણા સોલર સિસ્ટમની પણ બહાર નીકળી ગયું હતું અને અસિમિત બ્રહ્માંડમાં આગળની યાત્રા કરી રહ્યાં છે.
NASA regained communication with Voyager 1, the most distant human-made object located 15.1 billion miles away. The Voyager probes, launched in 1977, continue to surpass their expected lifespans, venturing into the unknown realms of interstellar space.#Voyager1 #BreakingNews pic.twitter.com/JcPJ5cUZaa
— NV Sir (@NVSirOfficial) April 23, 2024
1 લાખ વર્ષ બાદ મળશે એલિયનને
વૈજ્ઞાનિકોનો દાવો છે કે એક લાખ વર્ષ બાદ આ અવકાશયાન કોઈ સભ્યતા કે એલિયનને મળશે. વોયજર-1થી પૃથ્વી પર મેસેજ પહોંચવામાં પણ 22 કલાકથી વધુનો સમય લાગે છે એટલે તે કેટલું દૂર હશે તેની કલ્પના કરો.
NASA has recently regained communication with Voyager 1, the most distant human-made object located 15.1 billion miles away. The Voyager probes, launched in 1977, continue to surpass their expected lifespans, venturing into the unknown realms of interstellar space. pic.twitter.com/uw7ZqlxW8z
— Historic Vids (@historyinmemes) April 23, 2024
વોયજર-1માં શું સામેલ
વોયજર-1માં ગોલ્ડન રેકોર્ડ્સ ફીટ કરેલા છે જે એક ગોલ્ડ પ્લેટેડ કોપર ડિસ્ક છે અને જ્યારે હજારો વર્ષ બાદ તે કોઈ સભ્યતાના પરિચયમાં આવશે ત્યારે તેને આ વસ્તુઓ આપશે. આ રેકોરડ્સમાં આપણી સોલર સિસ્ટમની માહિતી, રેકોર્ડ કેવી રીતે વગાડવું તેની માહિતી, સચિત્રો સહિત બીજું ઘણું બધું છે.
🚨VOYAGER 1 BACK IN ACTION!
After months of silence, NASA has reestablished contact with Voyager 1, the furthest human-made object at 15.1 billion miles away.
Launched in 1977, both Voyager probes continue to exceed their life expectations, exploring the depths of interstellar… pic.twitter.com/28pCp5oiVO
— Mario Nawfal (@MarioNawfal) April 22, 2024
ક્યારે લોન્ચ થયું હતું
નાસાએ સોલર સિસ્ટમ બહારના રહસ્યો ઉકેલવા માટે સન 1977માં વોયજર-1 નામનું અવકાશયાન છોડ્યું હતું જે માનવ દ્વારા સર્જિત સૌથી વધારે દૂરની ચીજ છે. વોયજરથી દૂર પૃથ્વીની બીજી કોઈ ચીજ નથી. 2012ની સાલમાં તે સોલર સિસ્ટમની પણ બહાર નીકળી ગયું હતું અને રોજ પૃથ્વી જેવડો એક ગ્રહ પસાર કરીને ફૂલ સ્પીડમાં આગળ ધપી રહ્યું છે.
NASA has just reestablished contact with Voyager 1 for the first time since November, what's strange though is its not where it should be. Its trajectory has changed and it appears to be heading home. pic.twitter.com/P4lqkpsxg5
— Bakers old Treehouse (@bringbakerback) April 23, 2024
વોયજરે શું શું જોયું
લોન્ચ થયાના થોડાજ સમયમાં વોયજરે સંદેશા મોકલવાનું શરું કર્યું હતું જેમાં તેણે જણાવ્યું હતું કે બ્રહ્માંડ અસિમિત છે અને ચારે તરફ અંધારુ જ અંધારુ છે. તેનો કોઈ અંત નથી. કરોડો વર્ષ બાદ પણ તેની બહાર ન નીકળી શકાય તેટલું વિશાળ છે.
વોયજર-1 વિશે જાણો વધુ
- 1977ની સાલમાં નાસાએ લોન્ચ કર્યું
- 2012ની સાલમાં સોલર સિસ્ટમની બહાર નીકળ્યું
- એક લાખ વર્ષ બાદ બીજી કોઈ સભ્યતાને મળશે
- વોયજરમાં ગોલ્ડન રેકોર્ડ્સ ફીટ કરેલો છે, બહારની સભ્યતાને મળશે ત્યારે આપશે
- 2400 કરોડ દૂરથી પૃથ્વીનો ફોટો મોકલ્યો
- પૃથ્વીના આ ફોટાને પેલ બ્લૂ ડોટ એવું નામ અપાયું
- સ્પેસમાં માનવ સર્જિત સૌથી દૂરની ચીજ