આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય ની રાજધાની – સંપ્રદાયના સર્વોચ્ય તીર્થ સ્થાન વડતાલ ધામના શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવના ઉપક્રમે વડોદરા જિલ્લાના સાંકરદા ગામે નુતન નવ નિર્મિત મંદિર ના મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો.
મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ઉપક્રમે 1 થી 5 મે સુધી આયોજિત શ્રીમદ સત્સંગી જીવનની કથા પ્રસંગે કથામૃતનું રસપાન કરાવતા વડતાલ ના મુખ્ય કોઠારી ડો શા શ્રી પૂ.સંતવલ્લભ દાસજી સ્વામી તથા પ.પૂ.સદ્.શ્રી બ્રહ્મસ્વરૂપ સ્વામી લીલામૃતનું રસપાન કરાવી રહ્યા છે. આજે જેમના વરદ હસ્તે મૂર્તિ પ્રતિષ્ઠા થઈ છે, એવા વડતાલના યશસ્વી આચાર્ય પ.પૂ.ધ ધૂ 1008 આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજનું મંદિરના નિર્માતા પૂ.શુકવલ્લભ સ્વામી – માંજલપુર, પૂ,માધવપ્રિય સ્વામી – વડતાલ તથા યજમાનો અને સ્વયં સેવકો એ ભાવ ભર્યું સ્વાગત કર્યું કર્યુ હતું.
આચાર્ય મહારાજશ્રી મંદિર માં પ્રતિષ્ઠાવિધિ કરી યજમાનો અને શ્રોતાગનો ને આશીર્વાદ આપતા કહ્યું કે, આજે ધમ ધમતા તાપ માં આ રીતે ભાવ અને શ્રદ્ધા સાથે ઉત્સવ સમૈયા કરવા તથા મંદિર નું કાર્ય કરવું એજ આપણી સાચી શ્રદ્ધાની ઓળખ છે સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં કહ્યું છે કે, અમે ત્યાગ નો પક્ષ મોળો કરીને ઉપાસનાનો માર્ગ અક્ષુણ્ણ રાખ્યા સારું મંદિરઓ કર્યા છે મંદિર માં સરસ મજાના ઘનશ્યામ મહારાજ બિરાજમાન થયા છે સંતો એ મંદિર નિર્માણ નું કાર્ય કર્યું છે હવે ગ્રામજનો નીજવાબદારી આવે છે સવાર સાંજ દેવ દર્શન આરતી સ્તુતિ કથા વાર્તા પ્રાર્થના કરવી કરાવી બાળકો યુવકો, મહિલાઓ એને મંદિરમાં અને મંદિર ની સેવા પ્રવ્રૃતિમાં સહ ભાગી કરવા સંપત્તિ ની જેમ સંસ્કારનું જતન કરવું એ આપણી આજની તાતી જરૂરિયાત છે અને દ્વિશતાબ્દી મહોત્સવ ઉપક્રમે આપણા વિવિધ ઉત્સવો એ જરૂરિયાત તરફ આપણને પ્રેરિત કરે છે અપને આજ રીતે દેવ ની સેવા કરવી છે જાય શ્રી સ્વામિનારાયણ સાથે વડતાલ મંદિર ના મુખ્ય કોઠારી ડો. સંતવલ્લભ દાસજી સ્વામીટ્રસ્ટી સભ્ય પાર્ષદ ઘનશ્યામ ભગત ડભોઇ થી પુરાણી શ્રી કૃષ્ણપ્રિયસ્વામી, બુધેજથી નારાયણચરણ સ્વામી, ઉમરેઠ થી પૂ હરિગુણ સ્વામી વિરસદ થી ગુણસાગર સ્વામી વેજલપુર થી અક્ષરસ્વામી વિરસદ થી ગુણસાગર સ્વામી ઉપસ્થિત રહ્યા હતા યજમાનોએ સંતોનું પૂજન કરી આશીર્વાદ ગ્રહણ કર્યા હતા. કનુભાઈ અમેરિકા, જીતુભાઈ, પંકજભાઈ, અનિલભાઈ નડિયાદ વગેરે વડિલો હાજર રહ્યા હતા. સમગ્ર વ્યવસ્થા શ્યામવલ્લભ સ્વામી અને સ્વયંસેવકોની ટીમ કરી રહી છે.