લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાના મતદાન પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે (ચોથી મે) પ્રચાર માટે ઝારખંડ પહોંચ્યા હતા. તેમણે ઝારખંડના પલામુમાં પ્રચાર દરમિયાન એક રેલીને પણ સંબોધિત કરી હતી. રેલીમાં હાજર લોકોને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે, ‘ભાજપ અને ઝારખંડ વચ્ચે ગાઢ સંબંધ છે.’ આ દરમિયાન તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા.
પલામુમાં પીએમ મોદીએ ચૂંટણી રેલીને સંબોધી
ઝારખંડના પલામુમાં ચૂંટણી રેલીને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી કહ્યું કે, ‘જે કામ વર્ષોથી નથી થયા, તે કામ જનતાના એક મતથી પૂર્ણ થયા છે. અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ થયું છે. તમારા એક મતનું મહત્ત્વ તમે બધા સારી રીતે જાણો છો. વર્ષ 2014માં તમારા એક મતે એવું કામ કર્યું કે આખી દુનિયા ભારતની લોકશાહીની તાકાતને સલામ કરવા લાગી. વર્ષ 2014માં તમારા એક મતથી તમે કોંગ્રેસની ભ્રષ્ટ સરકારને હટાવીને તમારા એક મતથી ભાજપની સરકાર બની.’
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર પણ નિશાન સાધતા કહ્યું કે, ‘એક એવી સ્થિતિ હતી, જ્યારે કોંગ્રેસ સરકાર આતંકી હુમલા પછી આખી દુનિયામાં સામે રડતી હતી. આજે સ્થિતિ એવી છે કે પાકિસ્તાન આખી દુનિયાના સામે રડી રહ્યું છે.એક મજબૂત ભારત હવે એક મજબૂત સરકાર ઈચ્છે છે. આખું ભારત કહી રહ્યું છે,મજબૂત ભારત માટે મજબૂત સરકાર, મજબૂત સરકાર માટે મોદી સરકાર.’
झारखंड में भ्रष्टाचार की पाइपलाइन सीधा इंडी गठबंधन के भ्रष्ट नेताओं के घर में जाती है। pic.twitter.com/C28EIU10y2
— Narendra Modi (@narendramodi) May 4, 2024
મારા પર એક પૈસાના ભ્રષ્ટાચારનો આરોપ નથી: પીએમ મોદી
રાહુલ ગાંધી પર વળતો પ્રહાર કરતા પીએમ મોદીએ કહ્યું કે, ‘કોંગ્રેસના શહજાદા મોદીના આંસુમાં તેમની ખુશી શોધી રહ્યા છે. તેઓ કહે છે કે મોદીના આંસુ સારા લાગે છે. જનતાની સેવા કરતા 25 વર્ષ થવાના છે, પરંતુ આ 25 વર્ષમાં મોદી પર એક પૈસાના ભ્રષ્ટાચારનો પણ આરોપ નથી લાગ્યો.’