માલદીવમાં થોડાક સમય પહેલા યોજાયેલી સંસદીય ચૂંટણીમાં ભારત વિરોધી રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇજ્જુની પાર્ટીને મળેલી પ્રચંડ જીતની અસર હવે દેખાવવા લાગી છે. સંસદની 93 પૈકી 73 સીટ જીતીને આવ્યા બાદ મુઇજ્જૂ ખુલ્લી રીતે ચીનના ફાયદામાં નિર્ણય કરી રહ્યા છે. પરિણામ આવ્યા બાદ ચીનના જુદા જુદા પ્રતિનિધિમંડળોની માલદીવની યાત્રા વધી ગઇ છે. દરમિયાન મુઇજ્જૂએ ચીનને માલદીવના અધિકારવાળા હિન્દ મહાસાગરના દરિયાઇ સ્તરના સરવે અને શોધ કરવા માટેના અધિકાર પણ આપ્યા છે. મુઇજૂનો આ નિર્ણય માર્ચમાં ચીનના આર્મી પ્રતિનિધિમંડળની સાથે વાતચીત બાદ આવ્યો છે. આ બેઠકમાં બંને દેશો વચ્ચે સૈન્ય સમજુતી થઈ હતી.
ચીની સંશોધન જહાજો માલદવને આધાર બનાવીને કામ કરી શકશે
માલદીવના પત્રકાર મોહમ્મદ ઈંતિકાબનું કહેવું છે કે ચીનની પાસે હિંદ મહાસાગરના ઘણા વિસ્તારોને લઇને શોધખોળ માટેનું લાઈસન્સ છે. 2011 માં ચીન ખનિજ ભંડારો માટે સમુદ્રતળમાં શોધ કરવાના અધિકાર મેળવનાર પ્રથમ દેશો પૈકી એક દેશ રહેતા તેની ચર્ચા આર્થિક નિષ્ણાતોમાં રહી હતી. સંયુક્ત રાષ્ટ્રની સંસ્થા ઈન્ટરનેશનલ સીબેડ ઓથોરિટી (ISA)એ ચીનને હિંદ મહાસાગરમાં 10 હજાર ચોરસ કિલોમીટરના વિસ્તારમાં પોલીમેટાલિક સલ્ફાઈડની શોધ માટે 15 વર્ષનું લાઇસન્સ આપ્યું હતું. પોલીમેટાલિક સલ્ફાઇડ સૌથી મૂલ્યવાન ખનિજોમાંનું એક છે, જે સમુદ્રના તળ પર જ્વાળામુખીના વિસ્ફોટની આસપાસ જોવા મળે છે.
શ્રીલંકાએ ચીનના તપાસ જહાજોથી અંતર રાખ્યું, માલદીવે સમર્થન આપ્યું શ્રીલંકાના વિદેશ નીતિના નિષ્ણાત ડો. હરિંદા
વિદાનગે કહે છે- શ્રીલંકાએ એક વર્ષ માટે વિદેશી જહાજોના આગમન પર પ્રતિબંધ લગાવી દીધો હતો. પરંતુ, જર્મન જહાજોને બે વખત અને અમેરિકન જહાજોને એક વખત આવવાની મંજૂરી અપાઈ છે. ચીનને લાગવા લાગ્યું છે કે આ પ્રતિબંધ તેના પર જ લગાવવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં ચીનને હિંદ મહાસાગરમાં પોતાનું વર્ચસ્વ સ્થાપિત કરવા અને અહીં ખનિજો શોધવા માટે માલદીવની જરૂર છે.
ભારતને દૂર કરવા માટે ચીને માલદીવમાં નવા પ્રોજેક્ટ શરૂ કર્યા છે ચીને ભારતને દુર કરવા માટે માલદીવમાં અનેક પ્રોજેક્ટ શરૂ કર્યા છે. રાસમાલે દ્વીપના વિકાસની સાથે સાથે ત્યાં મોટા પાયે આવાસનુ નિર્માણ. વેલાના વિમાનીમથકનું વિસ્તરણ પણ ચીન કરવા માટે તૈયાર છે. માર્ગોનું નિર્માણ કરાઇ રહ્યુ છે. સિનામાલે પુલની ત્રણ વર્ષ સુધી જાળવણી કરવાની કામગીરી પણ ચીન પાસે છે. ચીન પોતાના પ્રવાસીઓને માલદીવ મોકલવા માટે પણ પ્રયાસમાં છે.