હાલ ગરમી ખૂબ જ વધી રહી છે. તેમજ મે મહિનાની શરૂઆતમાં જ તાપમાન 40 ડિગ્રી સુધી પહોંચી ગયું છે. જેથી લૂના કારણે લોકોના આરોગ્ય પર પણ અસર થઈ રહી છે. ઉનાળાની ઋતુમાં સૌથી મોટી સમસ્યા હીટસ્ટ્રોક એટલે કે લૂની હોય છે. ગરમ પવનો શરીરમાં ડીહાઈડ્રેટ કરી દે છે, જેથી શરીરમાં નબળાઈ અને બેચેની અનુભવાય છે. આવી સ્થિતિમાં વ્યક્તિ બેભાન થઈ જાય છે.
આ વાતને ગંભીરતાથી લઈને સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે હીટ સ્ટ્રોકથી બચવા અને બેભાન થવાના કિસ્સામાં દર્દીની સંભાળ કેવી રીતે રાખવી તે માટે કેટલીક માર્ગદર્શિકા બહાર પાડી છે. તેમાં કહેવાયું છે કે, ગરમીના કારણે કોઈ બેભાન હોય ત્યારે તેમને પાણી પીવડાવવું ના જોઈએ અને ખોરાક પણ ના આપવો જોઈએ. તેનું કારણ એ છે કે, બેભાનાવસ્થામાં વ્યક્તિ પાણી કે ખોરાક ગળા નીચે ઉતારી શકતી નથી. ખાસ કરીને પાણી પેટમાં જવાના બદલે ફેફસાંમાં પહોંચી જાય છે, જેથી તેને ન્યુમોનિયા અને શ્વસન તંત્ર સંબંધિત મુશ્કેલી થઈ શકે છે. આ સ્થિતિ જીવલેણ સાબિત થઈ શકે છે.
गर्मी के मौसम में सेहतमंद रहने के लिए ये उपाय अत्यंत महत्वपूर्ण हैं। चलिए करें गर्मी की शुरुआत इन Do's और Don'ts के साथ।
.
.#BeatTheHeat pic.twitter.com/yzxt8d86q5
— Ministry of Health (@MoHFW_INDIA) May 8, 2024
આરોગ્ય મંત્રાલયે સૂચવ્યા આ ઉપાય
આરોગ્ય મંત્રાલયે તેના X એકાઉન્ટમાં આ અંગેની એક પોસ્ટ શેર કરી છે. લખ્યું છે કે..
ગરમીથી બચવા માટે શું શું કરવું જોઈએ?
– ગરમીમાં ફરતી વખતે પાણી પીતા રહો
– ઓ.આર. એસ. અને ઘરે બનાવેલા પીણાં પીવો
– ઉનાળામાં હળવા રંગના, ઢીલા કપડાં પહેરો અને માથું ઢાંકો
ગરમીથી બચવા શું ન કરવું?
– આકરી ગરમીના સમયે ભોજન ન બનાવવું
– વધુ ખાંડવાળા પીણાં પીવા નહીં જોઈએ
– વધુ પ્રોટીન ધરાવતો અને વાસી ખોરાક ટાળો
– આકરા તડકામાં શક્ય હોય તો બહાર ના જવું
Heatwaves are here, but we can be prepared! Be heatwave ready with these first aid tips.
Let's take care of each other during these sizzling days!
.#BeatTheHeat pic.twitter.com/ouYnTGJhCE
— Ministry of Health (@MoHFW_INDIA) May 1, 2024
ગરમીના કારણે બેચેની કે ચક્કર આવે તો આ આમ કરવું
આરોગ્ય મંત્રાલયે પોસ્ટમાં લખ્યું છે કે લૂથી બચવા માટે આટવી વાત ધ્યાનમાં રાખો
– રિહાઈડ્રેટ થવા માટે પાણી પીતા રહો
– અસ્વસ્થતા અનુભવો તો છાંયડામાં જતા રહો
– એવી સ્થિતિમાં કપડાં ઢીલા કરી દો
– રૂમાલને ભીનો કરીને માથા પર મૂકો
– પરંતુ વ્યક્તિ બેભાન હોય તો તેને પાણી કે ખોરાક ના આપો
બેભાન હોય ત્યારે શા માટે ખવડાવવું અને પીવું જોઈએ નહીં?
આ અંગે નિષ્ણાતોનું કહેવું છે કે, આપણે હોશમાં રહીને કંઇક ખાઇએ છીએ અથવા પીએ છીએ, ત્યારે એપિગ્લોટિસ એ શ્વાસનળીના ઢાંકણનું કામ કરે છે. જે ખોરાકને શ્વાસનળીમાં પ્રવેશતો અટકાવે છે. જો કે બેભાન અવસ્થામાં વ્યક્તિને કંઇક ખવડાવવામાં કે પીવડાવવામાં આવે તો ખોરાક અથવા પાણી શ્વસન નળીમાં પ્રવેશી શકે છે. જેના કારણે વ્યક્તિને ન્યુમોનિયા કે શ્વસન પ્રક્રિયા સંબંધિત મુશ્કેલી થઈ શકે છે. એવી સ્થિતિમાં વ્યક્તિનું મૃત્યુ પણ થઈ શકે છે.