વિદેશમાં ભણવા જવાનું અને ત્યાં સ્થાયી થવાનું સપનું જોતાં લોકો માટે વધુ એક મોટા સમાચાર સામે આવ્યા છે. ઓસ્ટ્રેલિયાની સરકારે તેના ટેમ્પરરી ગ્રેજ્યુએટ વિઝા પ્રોગ્રામમાં મોટો ફેરફાર કરવા જઈ રહી છે જે 1 જુલાઈ, 2024થી લાગુ પડશે. જો કે આ બદલાવને કારણે ભારતમાંથી ઓસ્ટ્રેલીયા જવા માંગતા યુવકોને ફાયદો થશે કે નુકસાન ચાલો એ જોઈએ..
ઓસ્ટ્રેલિયન સરકારે ટેમ્પરરી ગ્રેજ્યુએટ વિઝા પ્રોગ્રામમાં ફેરફારોની જાહેરાત કરી છે. આ ફેરફારોનો હેતુ વિઝા પ્રક્રિયાને સુવ્યવસ્થિત કરવાનો અને ઓસ્ટ્રેલિયામાં કામ કરવા માંગતા આંતરરાષ્ટ્રીય સ્નાતકો માટે વધુ સ્પષ્ટતા લાવવાનો છે. આ બદલવા અનુસાર હાલના વિઝા સ્ટ્રીમનું નામ બદલીને તેઓ જે અભ્યાસ સાથે સંકળાયેલા છે તે સ્તરને વધુ સારી રીતે પ્રતિબિંબિત કરવા માટે કરવામાં આવશે. ગ્રેજ્યુએટ વર્ક સ્ટ્રીમ હવે પોસ્ટ-વોકેશનલ એજ્યુકેશન વર્ક સ્ટ્રીમ તરીકે ઓળખાશે અને પોસ્ટ-સ્ટડી વર્ક સ્ટ્રીમને પોસ્ટ-હાયર એજ્યુકેશન વર્ક સ્ટ્રીમ કહેવામાં આવશે.
આ ટેમ્પરરી ગ્રેજ્યુએટ વિઝા શું છે?
હવે પ્રશ્ન એ છે કે ટેમ્પરરી ગ્રેજ્યુએટ વિઝા શું છે તો ટેમ્પરરી ગ્રેજ્યુએટ વિઝા પ્રોગ્રામ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ કે જેમણે કોમનવેલ્થ રજિસ્ટર ઓફ ઇન્સ્ટિટ્યુશન્સ અને કોર્સ ફોર ઓવરસીઝ સ્ટુડન્ટ્સ (CRICOS) હેઠળ નોંધાયેલ કોર્સ સફળતાપૂર્વક પૂર્ણ કર્યો છે તેમને ઓસ્ટ્રેલિયામાં રહેવાની મંજૂરી આપે છે.
સાથે જ આ વિઝા બીજા ઘણા ફાયદા આપે છે, જેમ કે:
- – કોઈ પણ સેક્ટરમાં કામના કલાકોના બંધન કે લિમિટ વગર કામ કરી શકો છો.
- -અભ્યાસ પૂર્ણ કર્યા પછી ઓસ્ટ્રેલિયામાં રહી શકે છે, જેથી તેઓ દેશમાં વધુ તકો શોધી શકે અથવા કામનો અનુભવ મેળવી શકે.
- – ગ્રેજ્યુએટને પોતાના સ્ટડીના ફિલ્ડમાં અનુભવ મેળવવાની સાથે પોતાની કારકિર્દીમાં આગળ વધવાની તક મળે છે.
- – આ પ્રોગ્રામમાં જેમણે અરજી કરી હોય તેઓ પોતાના પરિવારજનોને પણ વિઝા અરજીમાં સામેલ કરી શકે છે.
- – તેમાં તેમના પાર્ટનર, બાળકો અથવા પાર્ટનરના બાળકો સામેલ થઈ શકે છે.
ટેમ્પરરી ગ્રેજ્યુએટ વિઝા પ્રોગ્રામમાં શું શું ફેરફાર કરવામાં આવ્યા છે?
પોસ્ટ વોકેશનલ એજ્યુકેશન વર્ક સ્ટ્રીમ હેઠળ અરજી કરવા માટેની મહત્તમ ઉંમર ઘટાડીને 35 વર્ષ અથવા તેનાથી પણ ઓછી કરવામાં આવી છે. જોકે, હોંગકોંગ અને બ્રિટિશ નેશનલ ઓવરસિઝ પાસપોર્ટ ધરાવતા લોકોને 50 વર્ષની ઉંમર સુધી એલિજિબલ ગણાશે.
ઓસ્ટ્રેલિયા-ભારત વચ્ચેના ઈકોનોમિક કોપરેશન અને ટ્રેડ અગ્રીમેંટ (AI-ECTA) માં દર્શાવેલ ભારતીય નાગરિકો માટે રોકાણનો સમયગાળો, બેચલર ડિગ્રી માટે 2 વર્ષ સુધી, બેચલર ડિગ્રી(ફર્સ્ટ ક્લાસ ઓનર), માસ્ટર્સ ડિગ્રી માટે માટે ત્રણ વર્ષ સુધી અને ડોક્ટરલ ડિગ્રી (પીએચડી) માટે 4 વર્ષ સુધીનો રહેશે.