લોકસભા ચૂંટણીને લઈ PM મોદીએ ઉત્તર પ્રદેશના બસ્તીમાં જાહેરસભા સંબોધી હતી. આજે બસ્તીમાં જનસભાને સંબોધિત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી એકવાર વિપક્ષી પાર્ટીઓના ગઠબંધન પર આકરા પ્રહારો કર્યા હતા. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આજે જે કોંગ્રેસી નેતાઓ બંધારણ બચાવોના નારા લગાવી રહ્યા છે તેઓને ખબર નથી કે કોંગ્રેસે જ ઈમરજન્સી લાદીને બંધારણનો નાશ કર્યો હતો. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, તેમની વચ્ચે ઘણા એવા નેતાઓ છે જેમણે કોંગ્રેસના બંધારણને પણ સ્વીકાર્યું નથી.
ઉત્તર પ્રદેશના બસ્તીમાં જાહેરસભા સંબોધતાં વડાપ્રધાન મોદીએ સમાજવાદી પાર્ટીને દલિત વિરોધી ગણાવીને તેના પર નિશાન સાધ્યું અને કહ્યું કે, સપાના લોકો દલિતો માટે અનામતની વિરુદ્ધ છે. સપા સરકારના શાસનમાં યુપીમાં માફિયાઓનું શાસન હતું, મહિલાઓની સુરક્ષા જોખમમાં હતી. તોફાનીઓને ખાસ પ્રોટોકોલ મળતો હતો. આતંકવાદીઓને જેલમાંથી મુક્ત કરવાના આદેશ જાહેર કરવામાં આવ્યા હતા.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, INDIA ગઠબંધનના પરિવારલક્ષી પક્ષોએ તુષ્ટિકરણની તમામ હદો વટાવી દીધી છે. આપણો દેશ 500 વર્ષથી રામ મંદિરની રાહ જોઈ રહ્યો હતો પરંતુ વિરોધ પક્ષોને રામ મંદિર અને રામને લઈને સમસ્યા છે. તેમણે કહ્યું કે, INDIA ગઠબંધનના લોકોના દરેક નિવેદનને જુઓ. તેમને યાદ પણ નથી કે તેમણે બે દિવસ પહેલા શું કહ્યું હતું અને આજે શું કહી રહ્યા છે.
પાકિસ્તાનથી ડરે છે વિરોધ પક્ષો : PM મોદી
બસ્તીની રેલીમાં વડાપ્રધાન મોદીએ પાકિસ્તાનનો ઉલ્લેખ કરતાં સપા-કોંગ્રેસ પર પણ આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, પાકિસ્તાનની હાર થઈ છે પરંતુ અહીં તેના હમદર્દ દેશના લોકોને ડરાવવામાં વ્યસ્ત છે.
पाकिस्तान तो पस्त पड़ गया है, लेकिन उसके हमदर्द सपा-कांग्रेस वाले अब भारत को डराने में जुटे हैं। ये लोग कहते हैं, पाकिस्तान से डरो, उसके पास एटम बम है।
क्यों डरे भारत?
आज भारत में कांग्रेस की कमजोर सरकार नहीं है, मोदी की मजबूत सरकार है। भारत आज घर में घुसकर मारता है।
– पीएम… pic.twitter.com/gjMOyPjnsl
— BJP (@BJP4India) May 22, 2024
PM મોદીએ કહ્યું કે, આ લોકો કહે છે કે પાકિસ્તાનથી ડરો, તેની પાસે એટમ બોમ્બ છે. PM એ સવાલ ઉઠાવ્યો કે ભારત શા માટે ડરવું જોઈએ? તેમણે કહ્યું કે, આજે ભારતમાં કોંગ્રેસની નબળી સરકાર નથી, મજબૂત મોદી સરકાર છે. આજે ભારત ઘરમાં ઘૂસીને મારે છે.