ઉનાળાની સિઝન આવતા જ માર્કેટમાં અલગ અલગ પ્રકારના જ્યૂસી ફળ મળવાનું શરૂ થઈ જાય છે જેમ કે તડબૂચ, કેરી, ટેટી, ફાલસા. ઘણા ઓછા લોકો એ વાત જાણે છે કે આ સિઝનમાં ફાલસા ખાવાના ઘણા ફાયદા છે. ફાલસામાં ઘણા પ્રકારના પૌષ્ટિક તત્વ મળી આવે છે જે તેને બાકી ફળો કરતા વધારે ફાયદાકારક બનાવે છે.
ઉનાળાની સિઝનમાં શરીરમાંથી વધારે પરસેવો નિકળવાના કારણે પાણીની કમી થવા લાગે છે. આ સીઝનમાં જો તમે ફાલસાને પોતાની ડાયેટમાં શામેલ કરો છો તો તમે ગરમીમાં થતી મુશ્કેલીઓથી બચી શકો છો. ફાલસા લૂથી પણ બચાવે છે.
ફાલસામાં રહેલા છે આ પોષક તત્વો
ફાલસા સાઈન્ટિફિક નામ ગ્રેવિયા એશિયાટિક છે અને તે ફાઈબર, આયર્ન, પોટેશિયમ, વિટામિન એ, વિટામિન સી, વિટામિન બી1, વિટામિન બી2, વિટામિન બી3 જેવા પોષક તત્વોથી ભરપૂક હોય છે. આવો જાણીએ ફાલસા ખાવાથી બીજા કયા કયા ફાયદા મળે છે.
ફાલસાની ડ્રિંક બનવવા માટે ફાલસાના બી કાઢીને તેને પાણીમાં મુકી રાખો. હવે કપડાની મદદથી તેને ગાળી લો અને તેમાં બરફ, બ્લેક સોલ્ટ મિક્સ કરો. આ ડ્રિંક પેટની ગરમીને શાંત કરે છે.
ફાલસા ખાવાથી મળતા ફાયદા
શરીરને રાખે છે ઠંડુ
ઉનાળામાં શરીરને ઠંડુ રાખવા માટે તમને પોતાની ડાયેટમાં ફાલસા જરૂર શામેલ કરવા જોઈએ. તેનાથી તમને વધારે સમય સુધી તાપમાં રહેવાથી ચક્કર પણ નહીં આવે અને ઉલ્ટી કે ગભરામણ પણ નહીં થાય.
લોહીની કમીને કરે છે દૂર
એનીમિયા સામે ઝઝુમી રહેલા લોકો માટે ફાલસા કોઈ વરદાનથી કમ નથી. તેને ખાવાથી આયર્નની કમી દૂર થાય છે સાથે જ થાક, કમજોરી, માથામાં દુખાવા જેવી તકલીફોથી પણ છુટકારો મળે છે. તેની સાથે જ તેમાં ભરપૂર માત્રામાં સોડિયમ પણ મળી આવે છે.
બ્લડ શુગરને કરે છે કંટ્રોલ
ફાલસા ખાવાતી બ્લડ શુગરનું લેવલ પણ કંટ્રોલમાં રહે છે. તેમાં ભરપૂર પ્રમાણમાં ગ્લોઈસેટિક ઈન્ડેક્સ મળી આવે છે જે બ્લડ શુગરને નિયંત્રણ કરે છે. આ સાથે ફાલસા ડાયેરિયા અને પાચન સંબંધી સમસ્યાઓમાં પણ રાહત આપે છે.