બદામના તેલનો ઉપયોગ દાદી-નાનીના નુસ્ખામાં વર્ષોથી કરવામાં આવે છે. પલાડેલી બદામનું સેવન રોજ કરવાથી શરીરે ઘણા ફાયદા મળે છે. તેના તેલનો ઉપયોગ કરીને પણ ઘણી હેલ્થ પ્રોબ્લમથી બચી શકાય છે. બદામના તેલનો ઉપયોગ મોટાભાગે લોકો ફક્ત સ્કીન માટે જ કરે છે પરંતુ શું તમને ખબર છે કે આ સ્વાસ્થ્યને કેટલો ફાયદો પહોંચાડી શકે છે.
બદામનું તેલ ત્વચાની સાથે જ સ્વાસ્થ્ય માટે કોઈ વરદાનથી કમ નથી. તેમાં હાજર પોષત તત્વો ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓમાં રાહત આપી શકે છે. બાસ તેનો ઉપયોગ કરવાની રીત ખબર હોવી જરૂરી છે.
કબજિયાતમાં મળશે રાહત
જે લોકોને કબજિયાતની સમસ્યા રહે છે તેમના માટે બદામના તેલનું સેવન ખૂબ જ ફાયદાકારક છે. તેના માટે એક ગ્લાસ હુફાળા દૂઘમાં એક ચમચી બદામનું તેલ મિક્સ કરીને પી શકો છો. તેનાથી તમને સવારે મળ ત્યાગ કરવામાં મુશ્કેલી નહીં થાય.
હાડકા કરે છે મજબૂત
બાળકોના દૂધમાં પણ થોડુ બદામનું તેલ મિક્સ કરીને આપવામાં આવે તો તેનાથી બાળકોના મસલ્સ અને હાડકા મજબૂત થાય છે. તેની સાથે જ વાળ અને ત્વચાને પણ ફાયદો મળે છે.
ઈમ્યુનિટી થશે મજબૂત
બદામનું તેલ ઈમ્યુનિટી બૂસ્ટ કરે છે અને વાયરલ સંક્રમણ જેમ કે શરદી, ખાંસી, તાવ વગેરેથી બચવામાં હેલ્પ કરે છે. બદામનું તેલ હાર્ટની સાથે જ મગજ માટે પણ ફાયદાકારક માનવામાં આવે છે. આ મેમરી પાવરમાં સુધાર કરી શકે છે.
અનિદ્રામાં કરે છે ફાયદો
રાત્રે વારંવાર ઊંઘ ખુલી જાય અને સતત આ સમસ્યા બની રહે તો હુફાળા દૂધમાં બદામ તેલ મિક્સ કરીને પીવાથી ફાયદો મળે છે. અનિદ્રાના દર્દીને ઊંઘને પ્રોત્સાહન દેવામાં આ ફાયદાકારક છે.