ઉનાળામાં ગરમી એટલી લાગે છે કે આપણે ઠંડુ ખાવાનું કે પીવાનું શોધતા હોઈએ છે જેથી થોડી ગરમીથી રાહત લાગે. ત્યારે ઘણીવાર ઠંડુ ખાતા કે પીતા જ કેટલાકને દાંતમાં સખત દુખાવો થવા લાગે છે. દાંતનો દુખાવો એક સામાન્ય સમસ્યા છે, પરંતુ તેનાથી અસહ્ય પીડા થાય છે. ક્યારેક દાંતના દુઃખાવાને કારણે ચહેરા પર સોજો આવી જાય છે. માથાનો દુખાવો પણ થઈ શકે છે. દાંતનો દુખાવો કોઈપણ ઉંમરે થઈ શકે છે. નિષ્ણાતોના મતે દાંતના દુખાવાની સ્થિતિમાં તરત જ પેઈન કિલર કે એન્ટીબાયોટીક્સ લેવાને બદલે ઘરેલું ઉપચાર અપનાવવો જોઈએ.
તેથી, દાંતની સમસ્યાઓને અવગણવાનું ટાળો. જ્યારે ઘણા લોકોને હળવો દાંતનો દુખાવો થાય છે, ત્યારે તેઓ તેની અવગણના કરે છે. ધીમે ધીમે આ દાંતનો દુખાવો વધવા લાગે છે. જો તમને દાંતમાં દુખાવો થઈ રહ્યો છે, તો આવી સ્થિતિમાં તમે કેટલાક ઘરેલું ઉપચારની મદદ લઈ શકો છો. આ ઉપાયોની મદદથી દાંતના દુખાવા અને સોજાથી રાહત મેળવી શકાય છે. ચાલો જાણીએ દાંતના દુખાવાની સમસ્યાથી કેવી રીતે છુટકારો મેળવવો?
સિંધવ મીઠું – દાંતના દુખાવાના કિસ્સામાં તમે રોક સોલ્ટ એટલે કે સિંધવ મીઠાંનો ઉપયોગ કરી શકો છો. રોક સોલ્ટનો ઉપયોગ દાંતની સમસ્યાઓને ઘણી હદ સુધી ઘટાડી શકે છે. આ માટે, 1 ગ્લાસ નવશેકું પાણી લો, તેમાં એક ચપટી રોક સોલ્ટ મિક્સ કરો અને તેનાથી ગાર્ગલ કરો. આ દાંતમાં રહેલા બેક્ટેરિયાને ખતમ કરવામાં ઘણી હદ સુધી મદદ કરી શકે છે.
ડુંગળીનો રસ : ડુંગળીના રસનો ઉપયોગ દાંતમાં સોજો અને પીડાને અસરકારક રીતે ઘટાડવા માટે ખૂબ જ અસરકારક માનવામાં આવે છે. ડુંગળીના રસમાં બળતરા વિરોધી અને એન્ટીઑકિસડન્ટ હોય છે, જે દાંતના દુખાવામાં ઘટાડો કરે છે. આ માટે લગભગ 1 ચમચી ડુંગળીનો રસ લો, તેને દાંત પર લગાવો અને લગભગ 10 મિનિટ સુધી મસાજ કરો. તેનાથી દુખાવામાં રાહત મળી શકે છે.
લવિંગ તેલ : દાંતના દુખાવાને ઓછો કરવા માટે લવિંગના તેલનો ઉપયોગ કરો. લવિંગના તેલમાં એન્ટિ-બેક્ટેરિયલ, એન્ટિ-ફંગલ ગુણ હોય છે, જે પીડાને ઘટાડી શકે છે. સાથે જ તે પેઢામાં સોજો ઓછો કરવામાં પણ ફાયદાકારક છે.
હીંગ અને લીંબુ : હીંગ અને લીંબુના રસનો ઉપયોગ અસરકારક સાબિત થઈ શકે છે. આનાથી પીડાને ઘણી હદ સુધી ઓછી કરી શકાય છે. આ માટે બે ચપટી હીંગ લો. તેમાં થોડો લીંબુનો રસ મિક્સ કરીને કોટનની મદદથી દાંત પર લગાવો. તેને થોડી વાર રહેવા દો. આનાથી દાંતના દુઃખાવાને ઘણી હદ સુધી ઘટાડી શકાય છે.